ગુજરાતમાં વિવિધ મોસમ ચાલી રહી છે. કોઈ ચુંટણીમાં, કોઈ રામાયણ કે ભાગવત સપ્તાહમાં, કોઈ IPL તો વળી કેટલાક ગુજરાતી પ્રવાસ પર્યટનમાં મશગૂલ છે. આ બધાથી અલગ જ તે પણ મોટી સંખ્યામાં દેશભરમાં યોજાતા વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમમાં નીકળી ગયા છે. કહેવાય છે કે ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે... જીવનમાં વાર ટ્રેકિંગમાં જવું જ જોઈએ તેવું હરેક વ્યક્તિ દઢ પણે માને છે. ટ્રેકિંગ ની વાત નીકળે એટલે યુથ હોસ્ટેલની વાત પહેલા થાય. અમદાવાદમાં બાપુનગર યુનિટ છેલ્લા 25 વર્ષથી અવિરત પણે સતત એકધારું અટક્યા વગર ટ્રેકિંગ અને પર્યાવરણ પ્રત્યે સજાગ છે. સમર વેકેશન તે પણ આવી કાળઝાળ ગરમી માં હિમાલયની યાદ ના આવે તેવું કદી બને જ નહિ. પ્રકૃતિના ભોમિયાને હિમાલય સાદ કરીને બોલાવે છે. આ સમરમાં યુથ હોસ્ટેલ દ્વારા ખુબજ નજીવી ફીમાં યોજાયેલ વિવિધ હિમાલય એડવેન્ચર ટ્રેકિંગ કેમ્પમાં અસંખ્ય લોકો ગયા છે અને જઈ રહ્યા છે. 25 એપ્રિલ થી 8 જુન દરમ્યાન 10 થી 15 વર્ષના વિદ્યાર્થીઓ માટે નેચર સ્ટડી કેમ્પ 8 દિવસ માટે મનાલી ખાતે અને 6 દિવસ માટે ડેલ હાઉસી ખાતે, 15 વર્ષથી મોટા સાહસિક માટે કુલુ મનાલી ખાતે 12500 ફૂટની હાઇટ ચન્દ્રખાની પાસ તથા 13800 ફૂટની હા...
Posts
Showing posts from October, 2020