Posts

Showing posts from January, 2024

શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર - પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો, હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો...

Image
*શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર - પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો, હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો...* શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૨ વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. ૨૦૨ વર્ષ પહેલાં લોયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. આ શાકોત્સવમાં શ્રીહરિએ ૧૮ મણ ઘીમાં ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. જેનો વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. બસ, ત્યારથી સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે." ગરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા આદર્શ વાઘજીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. આ શાકોત્સવમાં પંચ...

સ્વ. પ્રિયા ભાલાળાની વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ …. રાત્રે રોડ રસ્તા પર સૂતેલા ગરીબ લોકોને ગરમ ધાબળા ( બ્લેન્કેટ ) અને 34 કિલો ગુંદી ગાંઠીયા તેમજ 34 શ્રીમદ ભાગવત ગીતાજી અર્પણ કરાય હતી..

Image
પ્રિયાની વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ...  આજે રાત્રે રોડ રસ્તા પર સૂતેલા ગરીબ લોકોને ગરમ ધાબળા ( બ્લેન્કેટ ) અને 34 કિલો ગુંદી ગાંઠીયા તેમજ 34 શ્રી મદ ભાગવત ગીતા જી અર્પણ કરાય હતી.. સ્વ પ્રિયા પ્રવીણ ભાલાળાની વાર્ષિક પુણ્યતિથિએ  રાત્રે 12:00 વાગ્યે રોડ રસ્તા પર ખુલ્લા સુતેલા લોકોને મારા માતૃ તુલ્ય સાસુજી અને પ્રિયાના મમ્મી ભાનુબેન ડોબરીયા, વિલાસબેન ગૌદાની અને સુધાબેન ખૂટ સાથે મારા બાળકોએ ગરીબોને ધાબળા ઓઢાડીને ગુંદી ગાંઠીયા અર્પણ કર્યા હતા...   સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા બદલ સુરત સફાઈ કર્મચારીઓને અલગ અલગ 34 જગ્યા ઉપર  34 શ્રી મદ ભાગવત ગીતા જી અર્પણ કરી પ્રિયાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ….. ખાસ નોંધ પ્રિયાની ઉંમર 34 વર્ષ હતી... બાર મહિના સુધી દર મહિને માસિક પુણ્યતિથિ પર જીવ અને સમાજ સાથે રાષ્ટ્ર ઉપયોગી અલગ અલગ કાર્ય કરી અંતે માં ગંગાના ખોળામાં હરિદ્વાર / ઋષિકેશ ખાતે ભાગવત સપ્તાહ નું આયોજન રાખેલ છે.......

જયારે અમદાવાદીઓ અમદાવાદનો 613 મો જન્મદિવસ ઉજવે છે ત્યારે...

Image
* જયારે અમદાવાદીઓ અમદાવાદનો 613 મો જન્મદિવસ ઉજવે છે ત્યારે... * આ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર, ઈન્ડીયાકોલોની તેમજ નિકોલ-નરોડાની આજની રોનક અને વિકાસનો પાયો ક્યારે અને કોણે નાખ્યો છે તેની થોડી વાત કરવી છે મારે... ગાંધી વિચાર સરણીને સંપૂર્ણ જીવનમાં સાંગોપાંગ ઉતારનાર સૌરાષ્ટ્રના ગાંધીના નામે જાણીતા સૌરાષ્ટ્ર પટેલ સમાજ તથા લોક સેવાના આજીવન ભેખધારી *પૂજ્ય હરદાસબાપૂ* ને અને તેમના જીનવને યાદ કરી ને શ્રદ્ધાંજલી આપીએ... જેમની 22મી પૂણ્યતિથી 10મી ફેબ્રુઆરીએ આવી રહી છે. 1905માં જન્મેલા ૨૦૦૨માં સ્વર્ગસ્થ થયા આમ 97 વર્ષ જીવ્યા પણ ખરા અર્થમાં લોકસેવામાં ગાળ્યા એમ કહેવામાં આવે તો કાંઈ ખોટુ નથી... કે જેણે પોતાની પાસે આજીવન બેંક ખાતુ અને હરવા ફરવા માટે કોઈ વાહન રાખ્યુ નહોતું... 1926માં લાઠી તાલુકાના ગામ હરસુપુર દેવળીયાથી પોતાના કુટુંબના વિકાસ માટે અમદાવાદ આવ્યા અને કર્યો ફક્ત સમાજને સંગઠ્ઠિત કરવાનો વિચાર અને વિકાસ... 1932માં સૌરાષ્ટ્ર પટેલ યુવક મંડળની સ્થાપના કરી આઝાદીના 15 વર્ષ અગાઉ આવો વિચાર આમ આદમીને ના આવે પણ કોઈ સંતપુરૂષને જ આવે... આ સાથે બાપૂના જીવન ઝરમર રજૂ કરેલ છે... જ્ય...

ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનાર યોજાયો

Image
 *ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનાર યોજાયો* *બોર્ડની પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી. બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ ન મેળવી શકનારે જીવનની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિઓ મેળવી હોય એવાં અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે. - રાજેશ ધામેલિયા* વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવ ખીલે તે ખૂબ જરૂરી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કેશુભાઈ ગોટી દ્વારા વૈચારિક ક્રાંતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ઉ.બુ. કન્યા વિદ્યાલય વાત્સલ્યધામ – મઢી, જિ. સુરતમાં ‘પરીક્ષા – એક ઉત્સવ’ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.      કાર્યક્રમનો પ્રારંભ સમૂહ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો. કન્યા આશ્રમ – મઢી ટ્રસ્ટના પ્રમુખ શ્રી સુરેશભાઈ આર. ચૌધરીએ શબ્દપુષ્પ તેમજ પુષ્પગુચ્છથી મહેમાનોનું સ્વાગત કર્યું અને પ્રાસંગિક ઉદ્બોધનમાં ‘માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. મ...

સરદારધામ સુરત ખાતે થનાર ભુમિપુજન સ્થળે આગોતરા આમંત્રણ માટે ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની યોજાઇ મીટીંગ

Image
* સરદારધામ સુરત ખાતે થનાર ભુમિપુજન સ્થળે આગોતરા આમંત્રણ માટે ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની યોજાઇ મીટીંગ * સરદારધામ સુરત ખાતે ભવન જ્યાં નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં અંત્રોલી ખાતે સ્થાનિક ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની મિટીંગનું આયોજન તા 28-01-2024 રવિવારના રોજ રાત્રિ દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સરદારધામનાં પ્રમુખ સેવક અને પ્રકલ્પદ્રષ્ટા ગગજીભાઈ સુતરીયા અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં સરદારધામ પાટીદાર સમાજ અને આવનારી પેઢી માટે કેવી રીતે ઉપયોગી થશે અને તે સમાજના નવયુવાનોને કઇ રીતે એક નવું વિઝન અને મિશન આપશે તેની વાત ગગજીભાઇ સુતરીયાએ ઉપસ્થિત લોકો સાથે સીધા વાર્તાલાપ દ્વારા પ્રમુખ સ્થાનેથી જણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદારધામ ભવન હાલ અમદાવાદ ખાતે કાર્યરત છે. જ્યારે અમદાવાદ ફેઝ-2 અને વડોદરા ખાતેના ભવન નિર્માણનું કામ હાલ શરૂ છે. જ્યારે અહી સુરત ખાતે અત્યાર સુધીના સૌથી મોટા સંકુલનું 31 વીધામાં ભુમિપુજન થવા જઈ રહ્યું છે. આ મીટીંગમાં ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત...