આજરોજ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો કાર્યક્રમ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો.
આજરોજ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો કાર્યક્રમ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો.
નેશનલ યુથ ડે-2024નો શુભારંભ તેમજ ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળાં વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ મળે અને આવી યોજનાઓનો વ્યાપ તમામ નાગરિકો સુધી પહોંચાડવા અને તે અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ‘હમ્પટી ડમ્પટી સ્કૂલ, પી-બ્લોક શાંતિનાથ એપાર્ટમેન્ટ, વેજલપુર ખાતે આજરોજ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"નો કાર્યક્રમ નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા)ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો.
આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા.
આ પ્રસંગે શ્રી દેવાંગ દાણી (ચેરમેન, સટેન્ડિંગ કમિટી), શ્રી અમિતભાઇ ઠાકર (ધારાસભ્યશ્રી, વેજલપુર), શ્રી રમેશભાઇ મેરજા(IAS), શ્રી દિલીપભાઇ બગરીયા(ચેરમેનશ્રી, વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી), શ્રી જયેશભાઇ ત્રિવેદી(ચેરમેનશ્રી, રીક્રિએશનલ કલ્ચરલ એન્ડ હેરીટેજ કમિટી), કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનો , લાભાર્થીઓ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment