Posts

Showing posts from October, 2023

શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો...

Image
  શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો... મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલ હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.  શરદોત્સવ એટલે નિર્મળ આકાશ સમાન પવિત્ર અંતઃકરણથી આનંદ, ઉલ્લાસ અને ભક્તિના વૈભવને માણવાનો અવસર. સોળે કળાએ ખીલેલા ચંદ્રની ધવલ રંગની ચાંદની રેલાવતી રાત્રિએ હૃદયમાં ઉદ્ભવતા ભક્તિરસ દ્વારા રસરાજ શ્રી હરિ સાથે રસબસ થઈ જવાના અવસર એટલે શરદોત્સવ. આસો સુદ પૂનમને શરદપૂર્ણિમા કે શરદપૂનમ ઉપરાંત રાસ પૂર્ણિમા કે રસ પૂર્ણિમા પણ કહી શકાય! પૂર્ણિમાની રાત્રી તો વરસમાં બાર – ૧૨ આવે છે પરંતુ શારદીય પૂર્ણિમા સૌંદર્ય અને આકર્ષણની દ્રષ્ટિએ...શ્રેષ્ઠ પૂર્ણિમા ગણી શકાય. શરદ પૂર્ણિમા મનમોહક, લાવણ્યમયી, ચિત્તાકર્ષક અને ઉન્માદી પૂર્ણિમા હોવા ઉપરાંત પૂર્ણ શૈત્ય અને શાંતિ વરસાવતી આહ્લાદક પૂર્ણિમા હોવાને લીધે ભગવાને પણ રાસલીલા માટે શરદ પૂર્ણિમાનું ચયન કર્યું હશે!!! રાત્રીના અંધકારને શીતલ ધવલ ચાંદની નીતરતા ઠંડા પ્રલશમાં તરબોળ કરનારી આ પૂર્ણિમા ભગવાનની પણ પ્રિય પૂર...

અખંડ ભારતના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણીએ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહ સંતો, મ્યુનિ. કોર્પોરેશન ટીમ અને હરિભક્તોએ હેરિટેજ વોક કર્યું...

Image
અખંડ ભારતના શિલ્પી તથા આધુનિક અમદાવાદના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુનિસિપલ પ્રમુખપદ શતાબ્દી મહોત્સવ ઉજવણીએ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સહ સંતો, મ્યુનિ. કોર્પોરેશન ટીમ અને હરિભક્તોએ હેરિટેજ વોક કર્યું... મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરે મહાનુભાવો હેરિટેજ વોકમાં જોડાયા... સરદાર વલ્લભભાઈ પટેલ આધુનિક ભારતના ઘડવૈયા એવા આ લોહપુરૂષે અનેક અવરોધો પાર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર પટેલનું જીવન પ્રામાણિક, સાહસિક અને પ્રેરણાદાયી રહ્યું છે. આજે હેરિટેજ - મેગા સીટી અમદાવાદની દેશ સહિત વિશ્વમાં જે ઓળખ છે જેમાં ગુજરાતના આ પનોતા પુત્રનો પણ સિંહ ફાળો છે. અમદાવાદ મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલે લીધેલા નિર્ણયના મીઠાં ફળ આજે પણ અમદાવાદની જનતા ચાખી રહી છે. સરદાર પટેલે લીધેલા એક નિર્ણયથી ચાર દિવાલોમાં વસતા અમદાવાદના વિકાસનો નવો તબક્કો શરૂ થયો, તેમણે શહેરના વિકાસ માટે વિરોધ વચ્ચે કોટ તોડાવ્યો હતો. આધુનિક અમદાવાદ તથા ભારતના ઘડવૈયા અને દૂરંદેશી સરદાર વલ્લભ પટેલે જ ગુજરાતમાં પહેલી કો-ઓપેરટીવ હાઉસિંગ સોસાયટી ‘પ્રિતમનગર’ બનાવી હતી. અને એમના સમયમાં જ શહેરમાં નવી...