Posts

Showing posts from February, 2024

મણિનગર તથા સલાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી .....

Image
મણિનગર તથા સલાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ વારસદાર યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપા ૨૪૩ મી પ્રાગટ્ય જયંતીની ઉલ્લાસભેર ઉજવણી .....   ગર્ભસિદ્ધ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીબાપા આ સંપ્રદાયના એક મહાન યોગીપુરુષ હતા. યોગી તરીકે તેમની શક્તિ સૂર્ય-ચંદ્રની ગતિમાં પણ ફેરફાર કરી શકતી. અનેક ઐશ્વર્યોના સ્વામી હોવા છતાં શ્રીહરિનું દાસત્વ તેમની આગવી છાપ હતી. પ્રભાવશાળી વ્યક્તિત્વ,સતાવાહી આવાજ, ઉત્કૃષ્ઠ તત્વજ્ઞાન, વિપુલ સાહિત્ય સર્જન અને ગમે તેવા મન ભેદ કે મતભેદનો સરળ ઉકેલ શોધવાની વ્યવ્હાર દક્ષતાને કારણે સંપ્રદાયમાં બન્ને દેશના ગાદિપતિ આચાર્યોના પણ ઉપરી તરીકે શ્રીહરિ દ્વારા નિયુક્તિ પામેલા યોગીન્દ્રવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીબાપાનું પ્રાગટ્ય સાબરકાંઠા જિલ્લાના ટોરડા ગામે રહેતા મોતીરામ ઠાકરને ઘરે માતા શ્રી કુશળબાની કૂખે વિ.સં.૧૮૩૭ મહાસુદ ૮ ને સોમવારે થયો હતો. બાળપણથી જ સ્વામીના જીવનમાં અનેક પરચાઓ નોંધાયા છે. શામળાજી ભગવાન તેમની સાથે બાળરુપ ધારણ કરી રમવા આવતા. આ વાત પ્રસિદ્ધ છે. ગામમાં આવેલા માંત્રિકના શાલીગ્રામ ઘણાં પ્રયત્નો કરવા છતા માંત્રિકને મ...

પૂજ્ય હરદાસ બાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું

Image
* પૂજ્ય હરદાસ બાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું* સમાજ સેવાના આજીવન ભેખધારી સરદાર પટેલ પછીના બીજી હરોળના પટેલ સમાજના સંત મહાપુરુષ પૂજ્ય હરદાસબાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તા. ૧૧-૨-૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, નિકોલ નરોડા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં કુમાર છાત્રાલયના વિદ્યાર્થી ઓ સહિત કુલ 102 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. પૂજ્ય બાપુની તસ્વીર આગળ સમાજના સૌ શ્રેષ્ઠિઓએ બાપુને પુષ્પાંજલિ આપી હતી. આવતી પેઢીને બાપુની સેવાનો દીપ કાયમ ઝળહળતો રહે તે માટે સંસ્થાના આધ્ય સ્થાપક શ્રી મગનભાઈ રામાણીએ વિદ્યાર્થીઓને બાપુ વિશે વાત કરીને પ્રેરિત કર્યા હતા. પૂજ્ય હરદાસ બાપુ સદાય સમાજના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે તે સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નિકોલ નરોડા સંચાલિત શ્રી બી કે ઝાલાવાડીયા કુમાર છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓના અથાગ પ્રયત્નોથી છાત્રાલયના વિદ્યાર્થીઓને રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં 80 થી વધુ વિદ્યાર્...

My Chardham Yatra 2012 Part XI

Image

My Chardham Yatra 2012 Part X

Image

મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર - શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવાશ્રમ ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન.

Image
 મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિર - શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવાશ્રમ ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન... ભોપાલ ફાયર નિગમના ઓફીસર સાજીદ ખાન દ્વારા આગ સલામતી અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. સાજીદ ખાને ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તેઓશ્રીનું શાલ ઓઢાડી સ્વાગત  કરી આશીર્વાદ આપ્યા હતા.  મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડમી - જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીની અનુજ્ઞાથી મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, શ્રી પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા  ભોપાલ નિગમના ફાયર ઓફિસર સાજીદખાનની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ, કાઉન્સિલના બેનર હેઠળ ફાયર અવેરનેસ પ્રોગ્રામનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ભોપાલ BMC ફાયર ઓફિસર સાજીદખાન પઠાણ દ્વારા આપવામાં...

*પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ "સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા" કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ભક્તિભાવભર્યુ સ્વાગત.....*

Image
*પૂર્વ આફ્રિકા કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોમાં પાવનકારી વિચરણ તેમજ "સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા" કરી ભારત પધારતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ભક્તિભાવભર્યુ સ્વાગત.....* ભારતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંત-ભક્ત મંડળ સહ ભૂમંડળસ્થિત તીર્થોત્તમ મણિનગર પધાર્યા છે. પોણા બે માસ પર્યંત પૂર્વ આફ્રિકાના કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા વગેરે રાષ્ટ્રોના વિવિધ મહાનગરોમાં તેઓશ્રીએ અધ્યાત્મસભર પાવનકારી સત્સંગ વિચરણ કરી તથા શ્રી સ્વામિનારાયણ મંદિર નાઈરોબીમાં બિરાજમાન *"શ્રી ઘનશ્યામ મહારાજ ૭૧ મા પટોત્સવ"* ની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરી તથા *"સાઉથ આફ્રિકા સ્મૃતિ યાત્રા"* કરી સ્વદેશ ભારત પધાર્યા છે.  શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે સંતમંડળ અને હરિભક્તિઓ સહિત ઈ .સ. ૧૯૯૨ માં સાઉથ આફ્રિકા વિચરણ કર્યું હતું. તે સમયે પરમ પૂજ્ય આચાર્ય સ્વામ...

યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા તા. ૧ થી ૩ ફેબ્રુઆરી દરમ્યાન ગીર ફોરેસ્ટ ના જામવાળા -બાથેસ્વર વિસ્તાર માં વન વિભાગ નાં સૌજન્ય થી એક ફોરેસ્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જે સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે ...

Image
યુથ હોસ્ટેલ જામનગર યુનિટ દ્વારા તા. ૧ થી ૩ ફેબ્રુઆરી દરમ્યાન ગીર ફોરેસ્ટ ના જામવાળા -બાથેસ્વર વિસ્તાર માં વન વિભાગ નાં સૌજન્ય થી એક ફોરેસ્ટ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ જે સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે ... યુનિટ ના પ્રોજેક્ટ ચેરમેન અને ગ્રુપ લીડર શ્રી રાહુલભાઈ ગણાત્રા ને ખુબ ખુબ અભિનંદન ...