પૂજ્ય હરદાસ બાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું

*પૂજ્ય હરદાસ બાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું*


સમાજ સેવાના આજીવન ભેખધારી સરદાર પટેલ પછીના બીજી હરોળના પટેલ સમાજના સંત મહાપુરુષ પૂજ્ય હરદાસબાપુની 22મી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ તા. ૧૧-૨-૨૦૨૪ ને રવિવારના રોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ, નિકોલ નરોડા ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં કુમાર છાત્રાલયના વિદ્યાર્થી ઓ સહિત કુલ 102 રક્તદાતાઓએ રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે. પૂજ્ય બાપુની તસ્વીર આગળ સમાજના સૌ શ્રેષ્ઠિઓએ બાપુને પુષ્પાંજલિ આપી હતી. આવતી પેઢીને બાપુની સેવાનો દીપ કાયમ ઝળહળતો રહે તે માટે સંસ્થાના આધ્ય સ્થાપક શ્રી મગનભાઈ રામાણીએ વિદ્યાર્થીઓને બાપુ વિશે વાત કરીને પ્રેરિત કર્યા હતા. પૂજ્ય હરદાસ બાપુ સદાય સમાજના પ્રેરણા સ્ત્રોત રહ્યા છે તે સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નિકોલ નરોડા સંચાલિત શ્રી બી કે ઝાલાવાડીયા કુમાર છાત્રાલયના ટ્રસ્ટીશ્રીઓના અથાગ પ્રયત્નોથી છાત્રાલયના વિદ્યાર્થીઓને રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા. આ રક્તદાન શિબિરમાં 80 થી વધુ વિદ્યાર્થીઓએ પ્રથમ વખત રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પાડ્યું હતું. સૌ રક્તદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આયોજક સંસ્થાઓ શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ નિકોલ નરોડા, પાર્શ્વનાથ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઇમ ઇલેક્ટ્રોનિક્સ, શિવાંતા બિલ્ડકોમ, હિલટાઉન ગ્રુપ વગેરેનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.