Posts

Showing posts from March, 2024

સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે 1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા

Image
 *સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે* *1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા* લાગણીઓ જ્યારે દિલથી જોડાયેલી હોય ત્યારે સમય અને સંજોગ ગમે તે રીતે લાગણીથી જોડાયેલા લોકોને મળાવી જ દેતા હોય છે. એવી જ એક ઘટના સિટીની એક સ્કૂલમાં ૧૯૮૫ની બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૬૭ સ્ટુડન્ટ્સ ૧ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સ્કૂલના વિદાય સમારંભમાં સાથે હતા ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના અભ્યાસ અને વ્યવસાયના અર્થે દેશ વિદેશમાં સ્થાપિત થઈ ગયા. આ સ્ટુડન્ટ્સમાંથી અશ્વિન પરબડિયાએ ત્રીસ વર્ષ બાદ પોતાના સ્કૂલ ફેન્ડ્ઝને ભેગા કરીને તેમના ટચમાં આવવાની ઇચ્છાથી સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને પોતાની બેચના સ્કૂલ ફેન્ડ્ઝના કોન્ટેક્ટ નંબર શોધવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એકબીજા થકી ૫૭ વ્યક્તિઓ આ ગ્રૂપમાં એકત્ર થઈ ગયા. ગ્રૂપમાં જોડાયેલ મેમ્બર્સ તે સમયે ૪૮ વર્ષની એવરેજ ધરાવતા હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમની ઉંમર આશરે ૧૮થી ૨૦ વર્ષ સુધીની હતી અને ૩૦ વર્ષ પછી જયારે આ બધા મિત્રો સોશિયલ મીડિયા દ્વારા કનેકટ થયા ત્યારે વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ અને બધાએ એકબીજાની સ્કૂલની વાતો વાગોળી. જોકે આ વા...

મળવા જેવા માણસ આ આદમીના પગ પડચા છે ક્રિકેટની પિચ પરથી લઈને છેક હિમાલયની ટોચ પર!

Image
મળવા જેવા માણસ આ આદમીના પગ પડચા છે ક્રિકેટની પિચ પરથી લઈને છેક હિમાલયની ટોચ પર! ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રમનારા ખેલાડી એવા ભાવનગરના અરમશી ધરાજિયાએ ૩૮થી વધુ વખત ગંગોત્રી ને એની આસપાસના રૂટમાં ટ્રેકિંગનોય અનુભવ લીધો છે. આ ઉપરાંત, એ યુવાનોને પર્વતારોહકની તાલીમ પણ આપે છે. ભાવનગર પ્રખ્યાત તો છે શિક્ષણ, સંગીત અને સાહિત્ય માટે, , પણ એક વ્યક્તિને મળીએ તો ખયાલ આવે કે સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પણ અહીં નોંધપાત્ર રીતે થાય છે. ટેબલ ટેનિસ ક્ષેત્રે ભાવનગરનું નામ છે. અમરશી ધરાજિયા નામના એક લો-પ્રોફાઈલ-પોતાના વિશે ક્યારેય પ્રચાર ન કરતી વ્યક્તિ છે, જેમણે ભાવનગરનું નામ છેક હિમાલયની વાદીઓમાં ગુંજતું કર્યું છે. એમનું કામ ક્રિકેટની પિચથી શરૂ કરીને ઊંચા, શ્વેત પર્વતની પીક સુધી પહોંચ્યું છે. રણજી ટ્રૉફી સહિતની ક્રિકેટ મૅચ રમી ચૂકેલા અમરશી હિમાલયના નિત્ય પ્રવાસી છે. એમનો જન્મ ૧૯૫૫ની ૨૭ ઑક્ટોબરે ભાવનગરમાં. પિતાજી ભીખાભાઈ રેલવેમાં એન્જિન ડ્રાઈવર. એ સમયે રજવાડાંનાં સલૂન ટ્રેનમાં જોડાતાં. ભાવનગર સ્ટેટની હંમેશાં સૂચના અને માગણી રહેતાં કે અમારું સલૂન છે માટે ટ્રેન ભીખાભાઈ ચલાવશે. એસએસસી સુધી ભણેલા ભીખાભાઈનું અંગ્રેજી ખ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો…

Image
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો… ભારતની સુરત ગુજરાતથી શોભે છે અને ગુજરાતની સુરત, સુરતથી શોભે છે. સુરત સદાય સુરત - સારાં કાર્યમાં રત હોય છે. પાણીની રેલને આનંદની રેલમાં પળવારમાં પલટાને તે સુરત છે. સુરત જેટલું ઔદ્યોગિક  વ્યવસાયમાં તેટલું બલ્કે તેથી અદકેરું વિશેષ ધાર્મિકતામાં. સુરત એટલે ગુજરાતની કાશી. શ્રી સ્વામિનારાયણ મંદિર, સરથાણા - સુરત અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના ૧૫ મા વાર્ષિક પાટોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ અવસરે મહાપૂજા, ૧૫ મા પ્રતિષ્ઠોત્સવ નિમિત્તે સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચનથી પાટોત્સવ વિધિ, આરતી તથા અન્નકૂટ દર્શન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, વિવિધ નૃત્યોની પ્રસ્તુતિ, કીર્તન ભક્તિ, પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્...