મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સુરતમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાનો ૧૫ મો પ્રતિષ્ઠોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો…
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ૧૫ મા પ્રતિષ્ઠોત્સવ પ્રસંગે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યે પોતાના જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન, સ્મરણ છે. ભગવાનનું ભજન થઈ શકે તે માટે મંદિરોનાં સર્જન છે તથા સત્સંગ કરી શકીએ તે માટે આવાં મંદિરોના સર્જન છે. ભગવાનની મૂર્તિનું સુખ સહેજે સહેજે પામી શકીયે તે માટે આવા કારણ સત્સંગનાં મંદિરોના સર્જન છે. ભગવાનની મૂર્તિનું સુખ અપાર છે તથા ભગવાનની મોટાઈ, મહિમા અપાર અને અપાર છે. જેમ મીઠા જળથી ભરેલો સમુદ્ર હોય તેમાંથી અનેક જીવો, પશુ, પક્ષીઓ, મનુષ્યો એ જળનો ઉપયોગ કરે તેમ છતાં એ મીઠા જળના સમુદ્રનું પાણી લગારેય ઓછું થતું નથી તેમ ભગવાનની મૂર્તિનું સુખ ગમે એટલું ભોગવીએ તો પણ ભગવાનનું મૂર્તિનું સુખ લગારેય ઓછું થતું નથી. વળી, કોઈ જીવ આ મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દર્શન કરશે તે જીવનું કલ્યાણ થશે . કોઈ જીવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થશે તે જીવનું પણ રૂડું થશે અને એ જીવ ઉપર ભગવાનનો બેઠો રાજીપો થાય. આ પ્રસંગનો દિવ્ય લાભ દેશ-વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.
Comments
Post a Comment