ભોજલરામ આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યકર્તા બેઠક યોજાઈ ગઈ
ભોજલરામ આશ્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્યકર્તા બેઠક યોજાઈ ગઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તારીખ ૦૭-૧૧-૨૦૨૩ ના રોજ ભોજલરામ આશ્રમ નિકોલ ખાતે આયોજિત કાર્યકર્તા બેઠક કાર્યક્રમમાં માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી ની ઉપસ્થિતિમાં યોગ સત્ર, કાર્યકર્તા બેઠક અને થેરાપી પ્લેટના લાઈવ ડેમોનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પૂર્વ વિસ્તારના મોટી સંખ્યામાં યોગ સાધકો અને યોગ ગુરુઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આયોજકો પ્રફુલ સાવલિયા અને રાકેશ રાખોલીયા દ્વારા આમંત્રિત મહેમાનો મુકેશ પડસાળા, કમલેશ કકાણી અને આશ્રમના પ્રમુખ મગનભાઈ ભંડેરીનુ ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કોર્સ પરિપૂર્ણ કરેલ 20 યોગ ટીચરને શ્રી શિશપાલજી ના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ હેલ્થ અને ફિટનેશ એક્સપર્ટ વિજય પરસાણા એ 12 વર્ષના સંશોધન બાદ બનાવેલી જાદુઈ થેરાપી પ્લેટ વિષે વિસ્તૃત માહિતી આપીને લાઈવ ડેમો બતાવીને ફક્ત 15 મિનિટમાં અસરકારક પરિણામ હાજર યોગ સાધકોએ અનુભવ્યું હતું. કાર્યક્રમના અ...