ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન
ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા દર વર્ષે દેશના વિદ્યાર્થી સંઘમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશી અભિયાનના પવિત્ર ઝરણા વહેતા રહે તેમ જ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય ચરિત્રતા અને રાષ્ટ્રીય સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાય તેવા સુસંસ્કૃત રાષ્ટ્રીય ભાવનાનું સપનું સાકાર કરવા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા તેમજ પરિવારના ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓના યોજાયેલ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સફિન હસન આઈપીએસ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી મૃલાલ દેવી ગોહિલ અને અતિથિ વિશેષ તરીકે શ્રી જય આર પટેલ સેવન ટોઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને મિનેષભાઈ આર પટેલ આદિકરા બિલ્ડર્સના માલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંયોજક કમલેશભાઈ સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવે છે કે તારીખ 26 8 2023 શનિવારના રોજ યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વની અ વિભાગમાં 13 અને બ વિભાગમાં 12 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અ વિભાગમાં પ્રથમ નંબરે ભૂમિ પ્રાથમિક શાળા નવા નરોડા અને દ્વિતીય વિજેતા અર્ચના પ્રાથમિક શાળા કૃષ્ણનગર અને બ વિભાગમાં સ્મૃતિ ઉચ્ચત...