YHAI SAURKUNDI PASS TREKKING CAMP FINISH
મેં(અભિષેક સવાણી) અને મારા બીજા સાત મિત્રો (નીલ શેલડીયા), (નીલ સોજીત્રા), (વિરાજ પટેલ), (મિલન પટેલ), (નિકુંજ શેલડીયા), (વિકાસ પટેલ), (પ્રણવ પટેલ) એ ૧૦મા ની બોર્ડ ની પરિક્ષા આપ્યા બાદ ટ્રેકીંગ માં જવાનું નક્કી કર્યું. આ માટે અમે "યુથ હોસ્ટેલ્સ અસોસિએશન ઓફ ઇન્ડિયા" ના બાપુનગર યુનીટ નો સંપર્ક કર્યો. ત્યાં "મુકેશભાઈ પડશાળા" એ અમને NATIONAL HIMALAYAN TREKKING EXPEDITION ના સંદર્ભે SAURKUNDI PASS ટ્રેકીંગ માં જવા માટે બુકિંગ કરી આપ્યું. નેશનલ ટ્રેકીંગ માં એવું હોય છે કે બેસ કેમ્પ સુધી આપણે જાતે જ જવાનું હોય. અમારો બેસ કેમ્પ ૧૫ મીલ(કુલ્લુ-મનાલી રોડ) એ હતો.માટે અમે પહેલા તો ૩૦ મેં ના રોજ સવારે ઉદૈપુર જવા નીકળ્યા. અમે ૪ વાગે ઉદૈપુર ના રેલ્વેસ્ટેશન એ પહોંચી ગયા. ત્યાંથી ૬:૩૦ એ અમે દિલ્હી જવા નીકળ્યા. દિલ્હી ૨ દિવસ દિલ્હી દર્શન કરીને ૨ મેં ના રોજ સાંજે ૫:૩૦ એ બેસ કેમ્પ પર જવા માટે મનાલી જતી બસ માં બેઠા. એ બસ 'હિમાચલ પથ પરીવહન નિગમ' ની હતી, એટલે કેવી હોય એ તમે ઈમેજીન કરી શકો છો. એમાંય મને સૌથી છેલ્લે સીટ મળી હતી , એટલે કુલ્લુ પહોંચતા જ મારા શરીર નો એક એક ભાગ કહી રહતો ...