શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા - યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતોનાં સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા - યુગાન્ડામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીના શ્લોકો લિખિત મનોરમ્ય હિંડોળા, સમૂહ પાઠ, સમૂહ મહાપૂજા, પૂજન - અર્ચન, આરતી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને પંચામૃતથી અભિષેક વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક ઉલ્લાસભેર યોજાયા... કંપાલા શહેર યુગાન્ડા દેશની રાજધાની અને દેશનું સૌથી મોટું શહેર છે. કંપાલા શહેર એ આફ્રિકાના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે. સિટી મેયર્સ દ્વારા ન્યુયોર્ક સિટીમાં સ્થિત વૈશ્વિક વિકાસ સલાહકાર એજન્સી મર્સર દ્વારા કિગાલી અને નાઈરોબી શહેર કરતાં પણ કંપાલાને પૂર્વ આફ્રિકામાં રહેવા માટે વધુ શ્રેષ્ઠ શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પુનિત પદરેણુથી અનેકવાર પાવન થયું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કંપાલા અનેક મુમુક્ષુ...