Posts

Showing posts from July, 2023

આગોતરા ટેસ્ટ થી કેન્સરનો બચાવ

Image
  આગોતરા ટેસ્ટ થી કેન્સરનો બચાવ પહેલ ફાઉન્ડેશન અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ પૂર્વમાં આવેલ મેરુ માઉન્ટ રેસીડેન્સી, નિકોલ ગામ રોડ ખાતે આજ તા. 17-7-2023 ના રોજ યોજાયેલ 12 માં *પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી રાહત કેમ્પ* માં 26 બહેનોએ લાભ લીધો છે. રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સૌજન્યથી મળેલ કેન્સર વાનમાં આપના ઘરે બેઠા આ સગવડ ઉપલબ્ધ કરવામાં આવે છે. અમદાવાદ પૂર્વની આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની 40 વર્ષથી વધુ વયની બહેનો માટે આ કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો... કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 9374639777  

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાઈ ગયો

Image
શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા  સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાઈ ગયો    શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા તા. 9-7-2023, રવિવારના રોજ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ, એસ જી હાઇવે ખાતે આયોજિત સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ માં સમાજના મોટી સંખ્યામાં પરિવાર પધાર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં માજી મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા તેમજ અન્ય મહાનુભાવો પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી અશ્વિન આણદાણીએ ખુબજ સુંદર રીતે સંભાળ્યું હતું. પ્રસિધ્ધ હાસ્ય કલાકાર હિતેશ અંટાળાનો હાસ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માનવસેવાના ભાગરૂપે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા યોજેલ રક્તદાન શિબિરમાં 41 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમના અંતે કાર્યક્રમની ભવ્ય સફળતા માટે તમામ કારોબારી અને યુવા મિત્રોનો સમાજના પ્રમુખ અરવિંદ પડસાળા અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.