શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાઈ ગયો

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા  સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ યોજાઈ ગયો  

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ બોપલ દ્વારા તા. 9-7-2023, રવિવારના રોજ પંડિત દિન દયાળ ઓડિટોરિયમ, એસ જી હાઇવે ખાતે આયોજિત સ્નેહ મિલન અને ઈનામ વિતરણ સમારોહ માં સમાજના મોટી સંખ્યામાં પરિવાર પધાર્યા હતા. કાર્યક્રમ દરમ્યાન દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં માજી મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડિયા તેમજ અન્ય મહાનુભાવો પધાર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શ્રી અશ્વિન આણદાણીએ ખુબજ સુંદર રીતે સંભાળ્યું હતું. પ્રસિધ્ધ હાસ્ય કલાકાર હિતેશ અંટાળાનો હાસ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માનવસેવાના ભાગરૂપે રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા યોજેલ રક્તદાન શિબિરમાં 41 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમના અંતે કાર્યક્રમની ભવ્ય સફળતા માટે તમામ કારોબારી અને યુવા મિત્રોનો સમાજના પ્રમુખ અરવિંદ પડસાળા અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.




























































Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.