રક્તદાન ક્ષેત્રે યુથ હોસ્ટેલ્સ બાપુનગરની આગવી હરણફાળ !
રક્તદાન ક્ષેત્રે યુથ હોસ્ટેલ્સ બાપુનગરની આગવી હરણફાળ ! વાત છે વર્ષ 1990ની, જે અરસામાં વિશ્વ હિન્દુપરિષદ ના આંતરાષ્ટ્રીય મહા મંત્રી ડો. પ્રવીણ તોગડિયાનો સિતારો આસમાને હતો ! ત્યારે તેમની પ્રેક્ટિસ દિનેશ ચેમ્બર્સ બાપુનગર અમદાવાદ ખાતે પુરજોશમાં ચાલતી હતી. દિનેશ ચેમ્બર્સની પાછળ, મંગલવાડી માં યુથ હોસ્ટેલ્સ દ્વારા પ્રથમ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં પ્રેરક ઉપસ્થિતિ માટે આમંત્રણ આપવા ગયા ત્યારે થયેલો સંવાદ : દોસ્ત હજી આપણાં વિસ્તારમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ નથી. થોડા સમય પહેલા થયેલી શિબિરમાં રક્તદાન ખુબ જ ઓછું થયું હતું. મેં કહ્યું કે સાહેબ અમારી સંસ્થા યુથ હોસ્ટેલ્સ ના 50 મેમ્બર રક્તદાન કરવાના છે બીજા રસ્તે ચાલતા લોકો કરશે એ પ્લસ ! રક્તદાન શિબિરનો દિવસ આવી ગયો. સવારે 9 વાગે શિબિર ચાલુ થઇ ગઈ હતી. લગભગ 10.30 વાગે ડો. તોગડિયા નીચે આવ્યા ને સીધા રજીસ્ટ્રેશન ટેબલ પર ગયા ને જોયું કે 35 બોટલ થઇ ગઈ હતી. પ્રસન્ન ચહેરે અમે ઉભા હતા ત્યાં આવીને મારી પીઠ થાબડીને બોલ્યા દોસ્ત વાહ હવે આપણાં વિસ્તારમાં વહેશે રક્તદાન ની સરવાણી ! આ શિબિરમાં તત્કાલીન ધારાસભ્ય શ્રી કનુભાઈ કોઠીયા, કોર્પો...