Posts

Showing posts from September, 2023

*અમદાવાદની 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ખાસ*

Image
  * અમદાવાદની 40 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે ખાસ * સોસાયટી/એપાર્ટમેન્ટ ના ચેરમેન/સેક્રેટરી શ્રી, પહેલ ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી કેન્સર જાગૃતિ અભિયાન જીસીએસ હોસ્પિટલના સહયોગથી અમદાવાદમાં છેલ્લા ત્રણ મહિનાથી ચલાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં 25 સોસાયટીની મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો છે 40 વર્ષથી મોટી મહિલાઓ માટે સામાન્ય રીતે * સ્તન કેન્સર ની તપાસ માટે મેમોગ્રાફી અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપટેસ્ટ * કરવવાનો ચાર્જ આશરે 2,000 થી વધુ હોય છે પરંતુ આ કેમ્પ દ્વારા આપ ફક્ત રૂપિયા 200માં લાભ લઈ શકો છો તો મહિલાઓ કેમ્પમાં આગોતરા રિપોર્ટ કરાવીને આવનારા દિવસોમાં કેન્સરને હરાવી શકશો. આ કેમ્પમાં જોડાવવા માટે ઓછામાં ઓછી 25 થી 30 મહિલાઓના નામ અગાઉથી નોંધી રાખવાના હોય છે. આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની મહિલાઓ કેમ્પનો લાભ લેવા માગતા હો તો આજે જ પહેલ ફાઉન્ડેશનને જાણ કરો. ત્યારબાદ ચોક્કસ એક તારીખે બપોરે 2 થી 5 દરમ્યાન આપને ત્યાં ઘર આંગણે કેમ્પ યોજવામાં આવશે. પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો...  કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 937463977

પ્રસ્તાવના: સ્મરણ યાત્રા લેખક જશીબેન નાયક -ઈશ્વર પરમાર

Image
‘યહ ક્હાની હૈ દીયે કી ઔર તુફાન કી !'  એક દીવો હતો. તેની પાસે ધસી આવ્યું તોફાન : આ વાર્તાનો અંત લખવાની જરૂર ખરી ? દીવો ઠરી ગયો એમ માની લઈને એમ જ સમજી લેવાનું કે થઈ વાર્તા પૂરી ? ના જી, એ બે વાક્યો પછી જ તો વાર્તા શરૂ થાય છે અને એનો અંત તો આવો ઉત્સવી છે : ‘પચાસ પચાસ દીવાઓ પ્રગટાવો ! પચાસ પચાસ ઘંટારવ વગડાવો !' આરંભના બે વાક્યો પછી આગળ વધતી સાચી વાર્તા તો આ મુજબ છે : .... એ તોરીલા તોફાન થકી દીવો ન ડર્યો કે ન ઠર્યો. એ તો જોતજોતામાં ઊંડો શ્વાસ લેતાંકને બની બેઠો ઝળહળતી મશાલ, એ મશાલ થકી પહેલા ઓગણપચાસ દીવાના ‘દીવાના’ લશ્કરને દેખીને તોફાને પણ પચાસમો દીવો બનીને કતારમાં જોડાઈ જઈને ટમટમવા માંડ્યું ! દીયા ઔર તુફાન કી યહ કહાની. આમ તો પરીકથા જેવી લાગે છે. પણ કોઈ ‘દીવાના’ માનવ-દીવડા થકી એ વાસ્તવિક કહાની પણ બની શકે છે. એના પુરાવા પેઠે આપના હાથમાં હાજર છે પુસ્તક – “સ્મરણયાત્રા".          વાર્તામાં તો હજુય કલ્પનાને અવકાશ છે, પરંતુ આચારકથાનો નાયક જ સત્ય હોય છે. આમ ‘સ્મરણયાત્રા' એ સત્યકથા છે. દેખીતી રીતે આ સુ. શ્રી જશીબેન નાયકની શિક્ષણકાર્યોની કાર્યકથા છે, પરંતુ લેખિકાએ કથા...

અંજલિ : સદગત જશીબહેન નાયક

Image
  અંજલિ : સદગત જશીબહેન નાયક -સંજય શ્રીપાદ ભાવે        અમદાવાદના સરસપુર વિસ્તારના સરસ્વતી સમાં શિક્ષિકા જશીબહેન નાયકનું 105 વર્ષની વયે 9 સપ્ટેમ્બરે શનિવારે સવારે નવના સુમારે ઇંગ્લેન્ડના લિવરપૂલમાં અવસાન થયું. તેઓ તેમના તબીબ ચિરંજીવી પ્રશાન્તને ઘરે રહેતાં હતાં.      ભાવનગરમાં 18 નવેમ્બર 1918ના રોજ જન્મેલાં જશીબહેન નાયક વત્સલ  શિક્ષક,ઉત્તમ શાળા સંચાલક અને ગદ્યલેખક હતાં.તેઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલાં સરસ્વતી વિદ્યાલયનો જાણે એક સદી સુધી પર્યાય હતાં.        સરસપુરમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર સભાગૃહની નજીક આવેલી ‘જશીબહેનની શાળા’ના સંકુલમાં અત્યારે બાળમંદિરથી બારમા ધોરણ સુધીની છ શાળાઓમાં પાંચેક હજાર બાળકો ભણે છે.આ શાળાઓનું સંચાલન સરસ્વતી વિદ્યામંડળ નામનું  ટ્રસ્ટ કરે છે.       જશીબહેન 18 નવેમ્બર 2018 ના રોજ જ્યારે એકસો એકમા વર્ષમાં પ્રવેશ્યાં ત્યારે સંસ્થાએ સરસ ઉજવણી કરી હતી. એ અવસર સંસ્થાની મૂળ શાળાના અમૃતપર્વનો  પણ હતો.      મૂળ શાળા તે ‘પતરાંની શાળા’,જે શિક્ષણવિદ રઘુભાઈ નાયકે સ્થ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન, યુકેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

Image
*શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન, યુકેમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ ....* મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી, લંડન વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેંડલી મંદિર તથા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધન. રક્ષાબંધન એટલે ભાઈની રક્ષા માટે બહેનો દ્વારા ઉજવાતો ઉત્સવ.આપણા હિન્દુ સનાતન શાસ્ત્રોમાં વર્ણન છે કે, બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને વશ કર્યા હતા. ત્યારે તેમને મુક્ત કરવા માટે લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવ્યા હતા અને પછી વચન માંગીને ભગવાનને છોડાવ્યા હતા. ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન અંગેની કથામાં વર્ણન આવે છે કે, એક વખત દેવ અને દાનવોનો બાર વર્ષ સુધી મહાસંગ્રામ થયો હતો. એમાં દાનવોએ ઈન્દ્ર સહિત સર્વ દેવોને જીતી લીધા, પરંતુ ઈન્દ્ર સહિત તમામ દેવો ...