Posts

Showing posts from September, 2024

7 થી 9 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એક્સ્પોમાં 15 હજારથી વધુ વેપારી મુલાકાતીઓએ ભાગ લીધો.

Image
7 થી 9 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશન સેન્ટર ખાતે ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એક્સ્પોમાં 15 હજારથી વધુ વેપારી મુલાકાતીઓએ અહીં ભાગ લીધો અને આ દરમિયાન 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. ગાંધીનગરના હેલીપેડ એકિઝબિશ સેન્ટર ખાતે પ્રિન્ટર્સ કલબ પ્રા લિ દ્વારા ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એકક્સ્પોનું ખૂબ જ સફળતા સાથે સમાપન થયું. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ગાંધીનગર ના મેયર મીરાબેન પટેલ દ્વારા આરંભ કરવામાં આવેલ ત્રણ દિવસીય નેશનલ પ્રિન્ટિંગ એકક્સ્પોમાં દેશભરમાંથી 15 હજારથી વધુ વેપારી મુલાકાતીઓએ અહીં ભાગ લીધો અને આ દરમિયાન 500 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો. રાજ્યસભાના સાંસદ મયંક નાયકે તેના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. મયંક નાયકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં પ્રિન્ટર્સ ક્લબ દ્વારા પ્રથમ વખત પ્રિન્ટિંગ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અને પહેલીવાર જ એકસ્પો જબરદસ્ત સફળ રહ્યો હતો. તેની પાછળનું કારણ એ છે કે ગુજરાત અને ઉદ્યોગમાં નવીનતાને હંમેશા આવકારવામાં આવે છે અને અહીંના લોકો વિકાસની દિશામાં ઝડપથી આગળ વધવામાં માને છે. નાયકે ગાંધીનગર આવવા બદલ દેશભરમાં...