રેસ્ક્યુ ઓપરેશન ના પાઠ શીખવે છે યુથ હોસ્ટેલ
રેસ્ક્યુ ઓપરેશન ના પાઠ શીખવે છે યુથ હોસ્ટેલ યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમ દરમ્યાન ટ્રેકિંગ સિવાય ની અન્ય ટ્રેનીંગ પણ અપાય છે જે મુશ્કેલીના સમયમાં ખુબજ ઉપયોગી નીવડે છે। તાજેતર માં ઉતરાખંડ ખાતે આવેલ ચારધામ માં કુદરતે કાળો કેર વર્તાવ્યો છે। કુદરતના આ પ્રકોપમાં કંઇક માનવ જિંદગી હણાઈ ગઈ અને કંઈકે આવી પડેલ કુદરતી હોનારત સામે બાથ ભીડીને મોતને માત આપી જિંદગી જીવી ગયા આ મળેલ નવજીવનમાં યશને પાત્ર આપણાં લશ્કરના જવાનો કે જેમણે પોતાના જીવ જોખમમાં નાખીને હજારો યાત્રાળુઓને આબાદ ઉગાર્યા છે। લાખ લાખ સલામ અને વંદન છે તેમની માનવતા અને સાહસિકતાને ...ફેસબુક બિરાદરો આપ સૌએ ટીવી માં દેખાતા દ્રશ્યોમાં જોયું હશે કે કઈ રીતે આ સૈનિકો રેશ્ક્યું કરીને યાત્રાળુઓને બચાવ્યા છે। ઊંચા પહાડો પર ફસાયેલાને દોરડા વડે, વચ્ચે આવતી નદીને પાર કરાવવા આ પાર થી પેલે પાર દોરડું બાંધીને ગરગડી વડે, તો ક્યાંક આખે આખા ઊંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે। પહાડ પરથી ઉતારવા માટે રેપલીંગ, પહાડ ચડાવવા માટે રોક કલાઈમિંગ, નદી ક્રોસ કરવા માટે રીવર ક્રોસિંગ તેમજ આડા પડેલ થડ પર બેલેન્સીંગ કરી ચા...