રેસ્ક્યુ ઓપરેશન ના પાઠ શીખવે છે યુથ હોસ્ટેલ


રેસ્ક્યુ ઓપરેશન  ના પાઠ શીખવે  છે યુથ હોસ્ટેલ 
યુથ હોસ્ટેલ દ્વારા આયોજિત વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમ દરમ્યાન ટ્રેકિંગ સિવાય ની અન્ય ટ્રેનીંગ પણ અપાય છે જે મુશ્કેલીના સમયમાં ખુબજ ઉપયોગી નીવડે છે। તાજેતર માં ઉતરાખંડ ખાતે આવેલ ચારધામ માં કુદરતે કાળો કેર વર્તાવ્યો છે। કુદરતના આ પ્રકોપમાં કંઇક માનવ જિંદગી હણાઈ ગઈ અને કંઈકે આવી પડેલ કુદરતી હોનારત સામે બાથ ભીડીને મોતને માત આપી જિંદગી જીવી ગયા આ મળેલ નવજીવનમાં યશને પાત્ર આપણાં લશ્કરના જવાનો કે જેમણે પોતાના જીવ જોખમમાં નાખીને હજારો યાત્રાળુઓને આબાદ ઉગાર્યા છે। લાખ લાખ સલામ અને વંદન છે તેમની માનવતા અને સાહસિકતાને ...ફેસબુક બિરાદરો આપ સૌએ ટીવી માં દેખાતા દ્રશ્યોમાં જોયું હશે કે કઈ રીતે આ સૈનિકો રેશ્ક્યું કરીને યાત્રાળુઓને બચાવ્યા છે। ઊંચા પહાડો પર ફસાયેલાને દોરડા વડે, વચ્ચે આવતી નદીને પાર કરાવવા આ પાર થી પેલે પાર દોરડું બાંધીને ગરગડી વડે, તો ક્યાંક આખે આખા ઊંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે। પહાડ પરથી ઉતારવા માટે રેપલીંગ, પહાડ ચડાવવા માટે રોક કલાઈમિંગ, નદી ક્રોસ કરવા માટે રીવર ક્રોસિંગ તેમજ આડા પડેલ થડ પર બેલેન્સીંગ કરી ચાલવું, બર્મા બ્રીજ પર ચાલીને તેમજ જંગલમાં સુરક્ષિત ટ્રેકિંગ કરીને હજારો યાત્રાળુઓ જીવ બચાવી સુરક્ષિત સ્થળે પહોંચ્યા છે। રોક કલાઈમિંગ, રેપલીંગ, રીવર ક્રોસિંગ, ટ્રેકિંગ, બર્મા બ્રીજ ક્રોસ, કેવિંગ, ટેન્ટ કેમ્પીંગ જેવી તમામ એક્ટીવિટીઝ યુથ હોસ્ટેલ દ્વારા દેશ ભરમાં આયોજિત વિવિધ ટ્રેકિંગ કાર્યક્રમ દરમ્યાન ટ્રેનીંગ આપવામાં આવે છે। યુથ હોસ્ટેલ્સ ના માધ્યમ થી કુદરતી કે માનવ સર્જિત આપત્તિ સામે ઝઝુમવાના પાઠ શીખવા મળે છે ભારત દેશમાં 350 થી વધુ તથા ગુજરાતમાં 35 થી વધુ યુથ હોસ્ટેલ્સના યુનિટ કાર્યરત છે। 1990 થી  કાર્યરત બાપુનગર અમદાવાદ વિષે વધુ માહિતી www.youthhostelsbapunagar.blogspot.com  પર જાણવા મળશે। - મુકેશ પડસાળા, સેક્રેટરી-યુથ હોસ્ટેલ્સ બાપુનગર અમદાવાદ યુનિટ (9374639777)















Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.