પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.

 પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.

અમિતભાઈ ઠાકર (ધારાસભ્ય વેજલપુર), પ્રતિભાબેન જૈન (મેયર, અમદાવાદ શહેર) , દેવાંગભાઈ દાણી (ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી એએમસી) તથા માધુભાઈ રાવલ ના હસ્તે પ્રિન્ટ પેક ડિજિટલ એક્સપોના ભાગરૂપે પ્રિન્ટ ડિઝાઈન એવોર્ડની થર્ડ સિઝનનું આયોજન ગુજરાત પ્રિન્ટિંગ ડિરેક્ટરી દ્વારા ક્લબ ઓ સેવન શેલા ખાતે ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ ને રવિવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 


ગુજરાત સહિત બીજા ચાર રાજ્યોમાંથી ૨૦ કેટેગરીમાં આવેલ કુલ ૨૮૫ એન્ટ્રીમાંથી ૬૫ થી વધુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ કાર્યક્રમમાં પ્રિન્ટિંગ અને ડિઝાઈનિંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં એકમાત્ર રાજ્ય કક્ષાએ યોજાતા પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડ કાર્યક્રમના પ્રણેતા નયન રાવલનું પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ મુકેશ પડસાળા, મંત્રી ભરત પટેલ, જ્યોતીન્દ્ર, મયુર માળી ના વરદ હસ્તે મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.  

પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદના સભ્યો મયુર માળી અને ચંદ્રેશભાઇ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. 

આયોજક અને પ્રિન્ટર્સ મિત્રોને પ્રોત્સાહિત કરવા ગુજરાતના જાણીતા કટાર લેખક જય વસાવડા અને ગુજરાતી પોપ સિંગર અરવિંદ વેગડા હાજર રહ્યા હતાં 


















































Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)