આખરે જીત કોની થઇ કહેવાય ? માનવી ની કે કુદરત ની ?

હજી 8 મહિના પુરા થયા હું,જીતું સતાસિયા , રોહિત માલવિયા, કુલદીપ ઝાલા, કમલેશ કાયસ્થ , રાજુ દેસાઈ, કેતન પંચાસરા, ભરત મામદપરા તથા બીજા 1100 થી વધુ યાત્રાળુઓ અંજાર સ્થિત દિવ્ય યાત્રા સંઘ પ્રા લી ની સંગાથે ચારધામ યાત્રા કરી આવ્યા એને. ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં ગયા હતા હજી એ ચારધામ રસ્તા, વહતી નદી, કુદરતનું અખૂટ સૌન્દર્ય,યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, તથા બદ્રીનાથ ના પૌરાણિક મંદિરો નજર સામેથી હટતા નથી।।।। ... ઉત્તરાખંડમાં આવેલ કેદારનાથ નું મંદિર પાંડવો એ બનાવ્યું છે એમ આપની પૌરાણિક કથા કહે છે આજે જયારે કેદારનાથમાં કુદરતના પ્રકોપ સામે આ મંદિર અડીખમ ઉભું છે જયારે બીજી જાનહાની ઘણી જ દેખાય છે। જોયું આખરે માનવી એ રચેલું મંદિર અડીખમ છે જયારે કુદરત ની રચેલ માનવી ની હાલત જોવા જેવી છે જોયું આખરે જીત કોની થઇ કહેવાય ? માનવી ની કે કુદરત ની ?



























Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.