યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો.
યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો.
યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા 13 ઓગસ્ટ 2023ને રવિવાર ના રોજ કંદર્પ ઓઝા અને લક્ષ્મિધર મૃતુંજાની આગેવાની હેઠળ પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો. તેમાં 45 ટ્રેકરોએ ડેમ તથા કુદરતનો નજારો સરસ માણ્યો. તેમજ હસ્તગિરિથી ખોડીયાર નો ટ્રેક મોટા પથ્થરો અને તેના પર ઘાસ છવાયેલું તેમજ થોડા છાંટા પણ પડવાના કારણે ઘણા લપસી ને પડેલ પણ કોઈને મોટી મુશ્કેલી નહીં પડેલ. આ ટ્રેક દરેક ને માટે એક યાદગાર ટ્રેક બની ગયો. ટ્રેક પૂરો થયા પછી બધા બહુજ ખુશ થયેલ. ટ્રેકરનું કહેવું છે ટ્રેક ના અનુભવ માં આટલી શાંતિમય ખુશી પામેલ ટ્રેકરો ભાગ્યેજ જોયા છે. અભિનંદન બન્ને લીડરો અને મદદ રૂપ બનેલ પાર્ટીસિપન્ટોને...
Comments
Post a Comment