આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું
આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરદાર સ્મૃતિ ભવન – વરાછા ખાતે ‘અભિલાષા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે સ્વ-પ્રયત્ને આત્મનિર્ભર બનનાર મહિલાઓ – દીકરીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
જ્વેલરી અને ચિત્રક્લા તેમજ ટેટ્ટુ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને દીકરીઓને આત્મનિર્ભર બનવાનો રાહ ચીંધનાર આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલનું વિશેષ સન્માન રેલવે મંત્રી માનનીય શ્રી દર્શનાબહેન જરદોષ અને સામાજિક ક્રાંતિના પ્રણેતા શ્રી કાનજીભાઈ ભાલાળાના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરીને કરવામાં આવ્યું હતું.


Comments
Post a Comment