મળવા જેવા માણસ આ આદમીના પગ પડચા છે ક્રિકેટની પિચ પરથી લઈને છેક હિમાલયની ટોચ પર!


મળવા જેવા માણસ
આ આદમીના પગ પડચા છે ક્રિકેટની પિચ પરથી લઈને છેક હિમાલયની ટોચ પર!


ઘણી ક્રિકેટ ટુર્નામેન્ટ્સ રમનારા ખેલાડી એવા ભાવનગરના અરમશી ધરાજિયાએ ૩૮થી વધુ વખત ગંગોત્રી ને એની આસપાસના રૂટમાં ટ્રેકિંગનોય અનુભવ લીધો છે. આ ઉપરાંત, એ યુવાનોને પર્વતારોહકની તાલીમ પણ આપે છે.
ભાવનગર પ્રખ્યાત તો છે શિક્ષણ, સંગીત અને સાહિત્ય માટે, , પણ એક વ્યક્તિને મળીએ તો ખયાલ આવે કે સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પણ અહીં નોંધપાત્ર રીતે થાય છે. ટેબલ ટેનિસ ક્ષેત્રે ભાવનગરનું નામ છે. અમરશી ધરાજિયા નામના એક લો-પ્રોફાઈલ-પોતાના વિશે ક્યારેય પ્રચાર ન કરતી વ્યક્તિ છે, જેમણે ભાવનગરનું નામ છેક હિમાલયની વાદીઓમાં ગુંજતું કર્યું છે. એમનું કામ ક્રિકેટની પિચથી શરૂ કરીને ઊંચા, શ્વેત પર્વતની પીક સુધી પહોંચ્યું છે. રણજી ટ્રૉફી સહિતની ક્રિકેટ મૅચ રમી ચૂકેલા અમરશી હિમાલયના નિત્ય પ્રવાસી છે. એમનો જન્મ ૧૯૫૫ની ૨૭ ઑક્ટોબરે ભાવનગરમાં. પિતાજી ભીખાભાઈ રેલવેમાં એન્જિન ડ્રાઈવર. એ સમયે રજવાડાંનાં સલૂન ટ્રેનમાં જોડાતાં.

ભાવનગર સ્ટેટની હંમેશાં સૂચના અને માગણી રહેતાં કે અમારું સલૂન છે માટે ટ્રેન ભીખાભાઈ ચલાવશે. એસએસસી સુધી ભણેલા ભીખાભાઈનું અંગ્રેજી ખૂબ સારું. પુત્ર અમરશી અને જયંતિભાઈને એમણે ભણાવ્યા. અમરશીભાઈ રેલવે સ્કૂલમાં અને પછી ભાવનગરની પ્રખ્યાત આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં ભણ્યા. આર્ટ્સ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ થયા અને સાથે સ્પોર્ટ્સનું ક્ષેત્ર પણ વિકસ્યું.

ચિત્રલેખા સાથે પોતાની કારકિર્દીની શરૂઆતની વાત કરતાં એ કહે છે કે અમારા સમયમાં શિક્ષણ માટે આટલી ગંભીરતા નહોતી. ભાવનગરમાં કુંભારવાડામાં અમે રહેતા અને નિશાળેથી છૂટીને દિવસનો મોટો ભાગ અમે રમવામાં કાઢતા. ટેનિસના દડે ક્રિકેટ રમતા. પછી હું ભાવનગરની ભરૂચા ક્રિકેટ ક્લબનો સભ્ય બન્યો. રણજી ટ્રૉફીનું સિલેક્શન હતું એમાં પસંદ થયો. સ્ટેટ બૅન્કના સ્પોર્ટ્સ ક્વોટામાં નોકરી મળી.

ક્રિકેટની કોઈ ટુર્નામેન્ટની કોઈ વિશેષ સ્મૃતિ? અમરશીભાઈ કહે છે કે આમ તો એ સમયે મોટા મોટા ખેલાડી રૂબરૂ જોવા મળે એ પણ અમારા માટે મહત્ત્વનું હતું, કેમ કે ટીવી ક્યાં હતાં? પણ એક પ્રસંગ યાદગાર છે. ભાવનગરમાં ૧૯૮૨માં રમેશ દિવેચા બેનિફિટ મૅચ હતી અને નિર્લોન (ઉદ્યોગગૃહ) વતી સુનીલ ગાવસકર અહીં રમવા આવ્યા હતા. મારો એક દડો એમના પગના ઘૂંટણની બાજુમાં ટકરાયો. મૅચ પૂર્ણ થયા પછી ગાવસકરે કહ્યું: બે વાત યાદ રહેશે. ભાવનગરની મહેમાનગતિ અને આ અમરશીનો દડો! એમ તો એસબીઆઈ બેંગલોર સર્કલની એક મૅચ રમવા અમે ગયા હતા. હું ગુંડપ્પા વિશ્વનાથને બોલિંગ કરી રહ્યો હતો. મારા એક અઘરા કહી શકાય એવા દડાને પણ વિશ્વનાથે જે અદા-કૌશલ્યથી શૉટ મારી બાઉન્ડ્રી ભેગો કર્યો એ દૃશ્ય મને આજેય યાદ છે! સૌરાષ્ટ્રની ટીમમાંથી રણજી ટ્રૉફીની તો બે મૅચ જ હું રમ્યો, પણ સ્ટેટ બૅન્કની અનેક ટુર્નામેન્ટમાં દેશભરમાં રમ્યો. મોહમ્મદ અઝહરુદીનને પણ મેં એમની કરિયરની શરૂઆતમાં બૅન્ક વતી રમતાં નજરે જોયા છે.

જો કે ક્રિકેટ તો પછી છૂટી ગયું અને પર્વતારોહણનું વળગણ લાગ્યું. કૉલેજમાંથી કેટલાક વિદ્યાર્થી પર્વતારોહણનો કોર્સ કરવા જતા. અમરશી પણ ગયા. માઉન્ટ આબુમાં પહેલો કોર્સ કર્યો. રસ પડ્યો. ૧૯૮૦માં ઍડ્વાન્સ કોર્સ અને પછી ૧૯૮૩માં ઉત્તર કાશી, ૧૯૮૭માં દાર્જીલિંગમાં પણ પૂર્ણ તાલીમ લીધી. નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગમાં કોર્સ કર્યો. ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ઍસોસિયેશનમાં લાયેઝાં ઑફિસર તરીકે જોડાયા, પણ આ કોર્સ કે એમાં આવેલા ગ્રેડ કરતાંય ચડિયાતું તો છે પર્વતારોહણ અને ખાસ હિમાલય માટેની અમરશીની પૅશન.

આ ઊંચાઈ વિશે વાત કરતાં ચિત્રલેખાને એ કહે છેઃ ‘૧૯૮૫માં પ્રથમ વાર ગંગોત્રી ગયો. એ પછી કુલ ૩૮ વખત ગંગોત્રી અને આસપાસના રૂટમાં ટ્રેકિંગ કર્યું છે. ગોમુખ, કાલિંદી પાસ એ બધે ટ્રેકિંગ કર્યું...! પછી હસતાં હસતાં એ ઉમેરે છેઃ

'હું અમદાવાદ નથી ગયો એટલી વાર ગંગોત્રી ગયો છું. હું એમ માનું છું કે આપણે જે માણીએ એ આપણા સુધી સીમિત ન રખાય. હવે હું અન્ય મિત્રોને ગંગોત્રી બતાવવા માટે, એમની વ્યવસ્થા અને માર્ગદર્શન માટે જાઉં છું.’

અનુભવ તો માઉન્ટેનિયરિંગના પણ ઘણા છે. ૧૯૦માં ગંગોત્રીથી પરત ફરતા હતા. શૂઝ, બેડિંગ, વગેરે જે સાધન હોય એનું થોડું વજન લાગતું હતું. એમ વિચાર્યું કે નીચે ફેંકી દઈએ. ઊતરતાં ઊતરતી

લેતાં જઈશું. ત્યાં ઘણા લોકો એવું કરતા હોય છે. મેં એ બધું ફેંક્યું. ખયાલ ન રહ્યો કે બપોર થઈ ગઈ છે. સવારે અને સાંજે બરફ કઠણ હોય, બપોરે થોડો પીગળ્યો હોય. મારો પગ અચાનક લપસ્યો હોય એમ લાગ્યું. જોયું તો એ હિંમતિરાડ હતી. એક પળમાં તો હું પચ્ચીસ ફૂટ અંદર ઊતરી ગયો. ઉપર પાતળું પડ હતું, પણ પછી અંદર પોલાણ મોટું હતું. એક વાત તમને કહું, લોખંડ કરતાં પણ બરફનો માર વધારે લાગે. હું પાંચ મિનિટ તો સાવ સૂનમૂન થઈ ગયો. ઉપર કંઈ દેખાય નહીં. નીચે વહેતાં પાણીનો અવાજ આવે. અમારા ટીમ લીડર હતા કેન્દ્રસિંહ. એમને ખયાલ આવ્યો કે હું પડી ગયો છું. સદ્દનસીબે મારી કમરે દોરડું બાંધેલું હતું એટલે હું લટકતો હતો. એમણે ઉપરથી બૂમ પાડી. મેં થોડી વાર પછી જવાબ આપ્યો. એમણે બીજું દોરડું ફેંક્યું અને હું બહાર નીકળ્યો. એ દિવસે નક્કી કર્યું કે હવે ટ્રેકિંગમાં નથી આવવું, પણ આઠેક મહિના થયા અને ફરી બિસ્તર ખભે નાખ્યું. ૧૯૯૩માં તો ૨૧,૭૪૦ ફૂટ ઊંચે ગંગોત્રી-૨ પર પહોંચ્યા પણ ખરા. મનાલી વિસ્તારમાં પણ ભૃગુલેક, દેવટીંબા, ખીરગંગા જેવા ટ્રેકિંગ રૂટ પર સફર કરી. ઘણા મિત્રો એમની સાથે રહ્યા છે, પણ કોઈ પણ ટ્રેકિંગ વખતે મોટા ભાગે એમની સાથે હોય તો એમના મિત્ર લક્ષ્મણ રબારી.

કૈલાસ પર્વત પર ટ્રેકિંગ સફળ રીતે કર્યાં. કાલિંદી પાસ, ભાભા પાસ, વગેરે કપરાં ચડાણનો રોમાંચ પણ લીધો. ૧૯૯૭માં ગંગોત્રી જવાનું કારણ વળી સાવ નોખું હતું. ભાવનગરના ડૉક્ટર વાય.એન. દોશીનાં પત્નીનું અવસાન થયું હતું. ડૉક્ટર કહે, અસ્થિ વિસર્જન હિમાલયમાં કરવું છે. અમે ગયા. અસ્થિ ગોમુખમાં પધરાવ્યાં. એ પછી એક યાદગાર ઘટના બન્ને પણ ફે કહ્યા વગર હરદ્વારથી અમરનાથ ગયો

જમ્મુ-પહેલગામમાં મને શાલ વેચવાનો ધંધો કરતો એક યુવક ઝહુર મળ્યો. મને કહે, આ કશ્મીર છે. કંઈ પણ થાય. મારા ઘરે રહો. આપણને ઝટ વિશ્વાસ કેમ બેસે? મેં પહેલાં તો ના પાડી. પછી કોણ જાણે શું થયું, મેં કહ્યું: ચાલ, તારા ઘરે રહીએ... તોપ મનમાં ઉચાટ હતો, પણ એના ઘરે મને એના પરિવારે પ્રેમથી રાખ્યો. ઘરે આવ્યો ત્યારે બધાને ખબર પડી કે હું એક અજાણ્યા કશ્મીરીને ત્યાં ચેકાયો હતો ત્યારે મીઠો ઠપકો મળ્યો કે આવાં જોખમ લેવાય?!

પત્ની ઈન્દુબહેન પણ ખુદ નીવડેલાં પર્વતારોહક છે. પતિનો સાદ પડે એટલે એ પણ ઊપડી જાય શિખરો સર કરવા!

અમરશીભાઈનાં પત્ની ઈન્દુબહેન પણ નીવડેલાં પર્વતારોહક છે. પરની, દીકરીની જવાબદારીને લીધે એ અમરશીભાઈ જેટલું પહાડોમાં નથી ફર્યાં, છતાં અનેક સફળ આરોહણ એમણે કર્યાં છે અને અમરશી ધરાજિયાની તો આદત એવી કે સાંજે કહેઃ કાલે સવારે અમે નીકળીએ છીએ... ક્યારેય આનાકાની કર્યા વગર, તરત બૅગ પૅક કરી આપવાથી માંડી અમરશીભાઈના લગભગ ૧૫,૦૦૦થી વધારે ફોટોનાં આલબમ્સ R સાચવવાનું કામ એ હસતા મોઢે કરે છે.

ઉત્તરથી પૂર્વ તરફ ફેલાયેલા હિમાલયના આ તમામ હિસ્સામાં અમરશી ધરાજિયા ફર્યા છે. એનાં શિખર સર કર્યાં છે. ભાવનગર ૫ૂથ હૉસ્ટેલમાં ત્રણ દાયકાથી સક્રિય છે. ફીલ્ડ ડિરેક્ટર રહી ચૂક્યા છે. પછી ચૅરમૅનપદે પણ હતા. કૈલાસ પર્વત પર જે મણિમહેશ નામનું શિખર છે ત્યાં એ આઠ વાર જઈ આવ્યા છે. એમની પુત્રી દિશા સાત વર્ષની હતી ત્યારે એને લઈને મણિમહેશ ગયા હતા. દર વર્ષે ૧૫૦૦થી વધારે ટ્રેકર્સને હિમાલય માટે તૈયાર કરે છે. કોઈ નવા પર્વતારોહક કહે કે અમારે હિમાલય જવું છે એટલે ઉત્સાહથી એ બધું માર્ગદર્શન આપે અને શક્ય હોય તો પોતે જોડાઈ પણ જાય. હિમાલયના અધ્યાત્મ ક્ષેત્રના પણ અનુભવ એમને થયા છે. એમાંનો એક અનુભવ રેશનાલિસ્ટ્સને વિચારતા કરી મૂકે એવો છે. અમરશીભાઈ કહે છે કે અમે તિબેટ નજીક હતા. ત્યાં એક શિક્ષિત, વિચારક કહી શકાય એલા લામા (બૌદ્ધ સાધુ) નિશાળ ચલાવતા. અમે એમને નમન કર્યા. પછી પૂછ્યું: તમે લોકો તંત્રવિદ્યા પણ જાણો છો એ વાત સાચી? એમણે કંઈ જવાબ ન આપ્યો. અમને એકટશે ફક્ત જોઈ રહ્યા. અમે એમની સાથે અને અમારા અલગ ફોટા પણ લીધા. જ્યારે અમે પરત ફર્યા ત્યારે જે જે ફોટામાં એ લામા હતા એવો એક પણ ફોટો ન આવ્યો! બીજા બધા ફોટાની પ્રિન્ટ નીકણી, પણ એ ફોટો ન આવ્યો. આવાં તો અનેક રહસ્ય હિમાલયમાં છુપાયલાં છે..


Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.