સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે 1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા
*સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે*
*1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા*
લાગણીઓ જ્યારે દિલથી જોડાયેલી હોય ત્યારે સમય અને સંજોગ ગમે તે રીતે લાગણીથી જોડાયેલા લોકોને મળાવી જ દેતા હોય છે. એવી જ એક ઘટના સિટીની એક સ્કૂલમાં ૧૯૮૫ની બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૬૭ સ્ટુડન્ટ્સ ૧ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સ્કૂલના વિદાય સમારંભમાં સાથે હતા ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના અભ્યાસ અને વ્યવસાયના અર્થે દેશ વિદેશમાં સ્થાપિત થઈ ગયા.
આ સ્ટુડન્ટ્સમાંથી અશ્વિન પરબડિયાએ ત્રીસ વર્ષ બાદ પોતાના સ્કૂલ ફેન્ડ્ઝને ભેગા કરીને તેમના ટચમાં આવવાની ઇચ્છાથી સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને પોતાની બેચના સ્કૂલ ફેન્ડ્ઝના કોન્ટેક્ટ નંબર શોધવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એકબીજા થકી ૫૭ વ્યક્તિઓ આ ગ્રૂપમાં એકત્ર થઈ ગયા. ગ્રૂપમાં જોડાયેલ મેમ્બર્સ તે સમયે ૪૮ વર્ષની એવરેજ ધરાવતા હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમની ઉંમર આશરે ૧૮થી ૨૦ વર્ષ સુધીની હતી અને ૩૦ વર્ષ પછી જયારે આ બધા મિત્રો સોશિયલ મીડિયા દ્વારા કનેકટ થયા ત્યારે વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ અને બધાએ એકબીજાની સ્કૂલની વાતો વાગોળી.
જોકે આ વાત ફક્ત સોશિયલ મીડિયા સુધી સીમિત ના રહી દરેક મેમ્બરે રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ ગ્રૂપમાંથી ૨ વ્યક્તિઓ વિદેશમાં વસી ગયા હતા તેમ છતાં તેમણે પણ આ વાતમાં હામી ભરી. ત્રીસ વર્ષ પછી ૨૦૧૫ વર્ષનાં જાન્યુઆરી મહિનામાં આ બધા ગ્રૂપનાં મેમ્બર્સ એજ સ્કૂલમાં ભેગાં થયા અને સ્કૂલનો એજ કલાસ ખોલ્યો જ્યાં આ સ્ટુડન્ટ્સ ભણતા હતા. ૪૮ વર્ષની ઉંમરે પણ તેમણે એક યંગસ્ટરની જેમ ધમાલ મસ્તી કરી અને તે સમયનાં ટીચર્સની મિમિક્રી પણ કરી. આટલા વર્ષો વીતી ગયા ત્યારે બધા એકબીજાને ભેટયા અને પોતાપોતાની પ્રગતિ વિશેની વાતો કરી. ત્રીસ વર્ષ બાદ ગેટ ટુ ગેધરમાં મળેલા ૧૯૮૫ના આ ગ્રૂપે ભેગા મળીને સમાજને ઉપયોગી થઈ શકે તેવા કામો કરવાનો નિર્ણય લીધો.
*કોમી રમખાણો વચ્ચે માર્ચની જગ્યાએ ઓગસ્ટમાં એક્ઝામ લેવાઈ હતી
૧૯૮૫માં અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા અને તેવા માહોલમાં અમારી એક્ઝામ પણ આવી હતી પણ રમખાણોને લીધે ગવર્નમેન્ટ અમારી એકઝામ પાછી ઠેલાવી રહી હતી. દર પંદર દિવસે રેડિયો પર અમે એક્ઝામની નવી તારીખ સાંભળતા હતા અને માર્ચની જગ્યાએ ઓગસ્ટમાં અમારી એક્ઝામ લેવામાં આવી અને તે સમયે અમારો ક્લાસમેટ જનક પટેલ બોર્ડમાં સેકન્ડ રેન્ક લાવ્યો હતો.
*સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ આપીન મોટિવેટ કરીશું
૩૦ વર્ષો પછી ભેગા થયા ત્યારે બધા બેચમેટ્સે મળીને એક ટ્રસ્ટ શરૂ કર્યુ અને એ ટ્રસ્ટ દ્વારા આ ગ્રૂપ સ્કૂલના જરૂરિયાતમંદ સ્ટુડન્ટ્સની ફી ભરશે તેમજ બ્રાઈટ સ્ટુડન્ટ્સને ભણવા માટે સ્કોલરશિપ આપશે તદ્ઉપરાંત કોઈ સ્ટુડન્ટ હાયર સ્ટડીઝ માટે જવા માગતો હોય તો તેને પણ મદદરૂપ થવા માટેની તૈયારી આ ગ્રુપે ભેગા મળીને બતાવી છે. આ અર્થે દર મહિને ગ્રુપના મેમ્બર્સ ભેગા થઈને આ વિષય પર મિટિંગ પણ યોજે છે.
*બેસણું વાંચીને બેચમેટ શોધી કાઢી
૧૯૮૫માં બારમું ધોરણ પાસ કરીને બધા ક્લાસમેટ્સ જુદા જુદા સ્ટ્રીમ્સમાં અભ્યાસ માટે જતા રહ્યા અમુક જ જે સરખા સ્ટ્રીમમાં હતા તેજ ટચમાં હતા બાકી બધાને શોધવા થોડા મુશ્કેલ હતા. એક દિવસ જ્યારે ન્યૂઝપેપરમાં બેસણું વાંચી રહ્યા હતા તેમાં અમારી બેચમેટ ભાવનાનું નામ વાંચ્યું અને બેસણામાં જે વિગત હતી તે વિગતને આધારે અમારી બેચમેટ સાથે કોન્ટેક્ટ થયો હતો.
Comments
Post a Comment