જયારે અમદાવાદીઓ અમદાવાદનો 613 મો જન્મદિવસ ઉજવે છે ત્યારે...
*જયારે અમદાવાદીઓ અમદાવાદનો 613 મો જન્મદિવસ ઉજવે છે ત્યારે...*
આ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગર, ઈન્ડીયાકોલોની તેમજ નિકોલ-નરોડાની આજની રોનક અને વિકાસનો પાયો ક્યારે અને કોણે નાખ્યો છે તેની થોડી વાત કરવી છે મારે... ગાંધી વિચાર સરણીને સંપૂર્ણ જીવનમાં સાંગોપાંગ ઉતારનાર સૌરાષ્ટ્રના ગાંધીના નામે જાણીતા સૌરાષ્ટ્ર પટેલ સમાજ તથા લોક સેવાના આજીવન ભેખધારી *પૂજ્ય હરદાસબાપૂ* ને અને તેમના જીનવને યાદ કરી ને શ્રદ્ધાંજલી આપીએ...
જેમની 22મી પૂણ્યતિથી 10મી ફેબ્રુઆરીએ આવી રહી છે. 1905માં જન્મેલા ૨૦૦૨માં સ્વર્ગસ્થ થયા આમ 97 વર્ષ જીવ્યા પણ ખરા અર્થમાં લોકસેવામાં ગાળ્યા એમ કહેવામાં આવે તો કાંઈ ખોટુ નથી... કે જેણે પોતાની પાસે આજીવન બેંક ખાતુ અને હરવા ફરવા માટે કોઈ વાહન રાખ્યુ નહોતું... 1926માં લાઠી તાલુકાના ગામ હરસુપુર દેવળીયાથી પોતાના કુટુંબના વિકાસ માટે અમદાવાદ આવ્યા અને કર્યો ફક્ત સમાજને સંગઠ્ઠિત કરવાનો વિચાર અને વિકાસ... 1932માં સૌરાષ્ટ્ર પટેલ યુવક મંડળની સ્થાપના કરી આઝાદીના 15 વર્ષ અગાઉ આવો વિચાર આમ આદમીને ના આવે પણ કોઈ સંતપુરૂષને જ આવે...
આ સાથે બાપૂના જીવન ઝરમર રજૂ કરેલ છે...
જ્યારે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી દેશના વડાપ્રધાન હતા ત્યારે સરસપુર ડૉ. હરિભાઈ ગૌદાણી ના દવાખાના પાસે આવેલ ચોકમાં એક જાહેર સભામાં શાસ્ત્રીજીએ પોતાનુ વ્યક્ત્વ શરૂ કરતા પહેલા તેમણે કહ્યુંતુ કે આજે મારે હરદાસબાપૂને સાંભળવા છે કોણ છે આ હરદાસબાપૂ ! જયારે શ્રી દેવગૌડાજી દેશના વડાપ્રધાન હતા ત્યારે બાપુનગર વિજય ચોકમાં એક જાહેર સભામાં પોતાના વ્યકત્વમાં કહ્યું હતુ કે બાપુનગરમાં સૌરાષ્ટ્રના પટેલોએ ઘણોજ વિકાસ કર્યો છે હળના બદલે મારૂતિ ચલાવતા થયા છે તે આ હરદાસબાપૂના કારણે………
બાપૂ વ્યવસાયે કોન્ટ્રાક્ટર હતા તેમની એક સાથે ૧૦થી વધુ સાઈટો ચાલતી હતી તે અરસામાં ગુજરાત હાઉસીંગ બોર્ડે સૌરાષ્ટ્ર પટેલ સમાજ બાપુનગરને કેળવણી અર્થે એક પ્લોટ ફાળવેલ આ પ્લોટ પર વાડીનું બાંધકામ શરૂ કર્યુ બાપૂએ પટેલના ખોરડે ખોરડે જઈને પાંચ-પાંચ રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું ત્યારે એક પટેલ ભાઈએ બાપૂને કહ્યું કે આમ પાંચ પાંચ રૂપિયે કયારે વાડી બંધાશે તમે કહેતા હોયતો
અમે બધા મોટો ફાળો આપીને વાડીનું બાંધકામ પૂર્ણ કરીએ ત્યારે આ સંત પૂરૂષે કહ્યુ કે સમાજના આ મકાનમાં એક એક પટેલ ભાઈનો રૂપિયો નાખવાનો છે જેથી વાડી બની ગયા પછી દરેક પટેલ ભાઈ હક્ક અને સ્વમાનથી વાડીમાં આવી શકે. આવા વિચારો હતા આ ઓલિયા સંતના...
હરદાસબાપૂએ સમાજને બે સુત્રો આપ્યા કે *“અમદાવાદમાં ઘરનું ઘર બનાવો”* અને *“બાળકને ખોરકની જેમ શિક્ષણ આપો”* તો જ પટેલ સમાજનો ખરા અર્થમાં વિકાસ થયો ગણાશે...
Comments
Post a Comment