ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ મહાઅભ્યાસવર્ગ -૨૦૨૪
ભારત વિકાસ પરિષદ ગુજરાત પ્રદેશ મહાઅભ્યાસવર્ગ -૨૦૨૪
ભારત વિકાસ પરિષદ ગુજરાત દ્વારા મધ્યગુજરાત , ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ એમ ત્રણ પ્રાંતોનો મહાઅભ્યાસવર્ગ, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના માણેજ ગામે આવેલ મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે તા.6 અને 7 જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો હતો.જેમાં ત્રણેય પ્રાંતના મુખ્ય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો એમ કુલ મળીને 528 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘ પ્રચારક શ્રી અતુલજી લિમિયે એ સ્વ આધારિત વિકાસ, પુનરુથ્થાન વિદ્યા પીઠના કુલપતિ તરીકે સેવા આપતાં સુ શ્રી ઇન્દુમતીબેન કાટદરે એ કુટુંબ વિમર્શ તથા બીજા દિવસે સરદાર પટેલ નૂતન ભારતના દીર્ઘદૃષ્ટા વિષય ઉપર શ્રી ડૉ.વસંતભાઈ પટેલે અને ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવનમા ગાયનું મહત્વ પર બંસી ગૌશાળાના શ્રી ગોપાલભાઈ સુતરીયા એ પ્રભાવી વક્તવ્ય આપ્યું હતું.સમાપન સત્રમાં આર એસ એસના પશ્ચિમ કર્ણાવતીના વિભાગીય સંઘચાલક શ્રી હરેશભાઇ ઠક્કર અને ભા.વિ.પ.ના એડિશનલ નેશનલ ફાયનાન્સ સેક્રેટરી શ્રી શરદભાઈ ઠાકર એ સુંદર વક્તવ્ય આપ્યું હતું.આમ એકંદરે ખૂબ સફળ અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું.
Comments
Post a Comment