સરદારધામ સુરત ખાતે થનાર ભુમિપુજન સ્થળે આગોતરા આમંત્રણ માટે ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની યોજાઇ મીટીંગ
*સરદારધામ સુરત ખાતે થનાર ભુમિપુજન સ્થળે આગોતરા આમંત્રણ માટે ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની યોજાઇ મીટીંગ*
સરદારધામ સુરત ખાતે ભવન જ્યાં નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યાં અંત્રોલી ખાતે સ્થાનિક ઉમરા ,વેલંજા , શેખપુર સ્થિત સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓની મિટીંગનું આયોજન તા 28-01-2024 રવિવારના રોજ રાત્રિ દરમ્યાન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં સરદારધામનાં પ્રમુખ સેવક અને પ્રકલ્પદ્રષ્ટા ગગજીભાઈ સુતરીયા અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં સરદારધામ પાટીદાર સમાજ અને આવનારી પેઢી માટે કેવી રીતે ઉપયોગી થશે અને તે સમાજના નવયુવાનોને કઇ રીતે એક નવું વિઝન અને મિશન આપશે તેની વાત ગગજીભાઇ સુતરીયાએ ઉપસ્થિત લોકો સાથે સીધા વાર્તાલાપ દ્વારા પ્રમુખ સ્થાનેથી જણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરદારધામ ભવન હાલ અમદાવાદ ખાતે કાર્યરત છે. જ્યારે અમદાવાદ ફેઝ-2 અને વડોદરા ખાતેના ભવન નિર્માણનું કામ હાલ શરૂ છે. જ્યારે અહી સુરત ખાતે અત્યાર સુધીના સૌથી મોટા સંકુલનું 31 વીધામાં ભુમિપુજન થવા જઈ રહ્યું છે.
આ મીટીંગમાં ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ઉમરા, વેલંજા અને શેખપુરની દરેક સોસાયટીના કન્વીનરો અને આગેવાનો એ ઉર્જા સાથે ભૂમિપૂજનના કાર્યક્રમમાં આ વિસ્તારનાં દરેક પાટીદારો સહ પરિવાર હાજર રહેશે તેમજ નવી પેઢી માટે ઉપયોગી થનાર સરદારધામ ભવન ભુમિપુજનના સૌ સાક્ષી બનશે એવી ખાત્રી આપી હતી. આ મીટીંગમાં 650 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Comments
Post a Comment