શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ દ્વારા 55મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ દ્વારા 55મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા તારીખ 28-1-2024 રવિવારના રોજ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ નિકોલ ખાતે યોજાયેલ 55 માં સમૂહ લગ્ન સમારોહમાં 15 યુગલો જોડાયા હતા. નિકોલ નરોડા સમાજ વાડીથી બપોરે 3.30 કલાકે નીકળેલા વરઘોડામા સંસ્થાના આગેવાનો અને મહેમાનો જોડાયા હતા.
સમારોહની શરૂઆત સમારોહના મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સમારોહમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠીયાએ શબ્દભાવથી આવકાર્યા હતા. સમારોહના અધ્યક્ષ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠીયા અને સમુહ લગ્ન સમારોહના પ્રબંધક શ્રી અશ્વિનભાઈ પેથાણી અને સહપ્રબંધક શ્રી હરેશભાઈ રામાણીના હસ્તે પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. સમારોહના મુખ્ય મહેમાન અને સમાજના કાયમી પથદર્શક માજી મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયાનું સન્માન સંસ્થાના ટ્રસ્ટી મૃગેશ ઝાલાવાડીયા અને સંસ્થાના સહમંત્રી શ્રી ઘનશ્યામ હિરપરાએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું. અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને પૂર્વ ગૃહ મંત્રી શ્રી ગોરધનભાઈ ઝડપીયાનું સન્માન સમારોહના સહપ્રબંધક શ્રી હરેશભાઈ રામાણી અને ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વસાણીના દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને કરવામાં આવ્યું. આ 55માં સમુહલગ્ન સમારોહના મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ બટુકભાઈ શ્યાણી અને તેમના પરિવારનું સમારોહના અધ્યક્ષ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખ ભાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠીયા અતિથિ વિશે વલ્લભભાઈ કાકડીયા દ્વારા પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આગામી 2025 ના સમૂહ લગ્નના મુખ્ય દાતા શ્રી જયંતીભાઈ લક્ષ્મણભાઈ સાવલિયાનું સન્માન સમારોહના અધ્યક્ષ શ્રી અશોકભાઈ પટેલ અતિથિ વિશેષ વલ્લભભાઈ કાકડીયા નિકોલ નરોડા સમાજના આધ્ય સ્થાપક શ્રી મગનભાઈ રામાણી અને સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપ કોઠીયા દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઉડાડીને કરવામાં આવ્યું. ત્યારબાદ દરેક નવદંપતીને આપવામાં આવેલ કરિયાવરના 15 દાતાઓનો સજોડે સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન સમારોહમાં પધારેલા બીજા મુખ્ય મહેમાન મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલનું શ્રી ગૌતમભાઈ કથીરિયા અને પૂર્વ પ્રમુખ શ્રી બાબુભાઇ વોરા દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહની શોભા વધારવા ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના તમામ ઘટક સમાજ ના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા હતા.
દાતાઓ શ્રીના સહયોગથી સંસ્થા દ્વારા સોનાના મંગલસૂત્ર સહિત 52 પ્રકારના ઘરવખરી દરેક યુગલને લાગણી સાથે કરિયાવરમાં કરવામાં આવ્યો હતો. આગામી 2037 સુધીના સમુહલગ્નના મુખ્ય દાતાઓની નોંધણી સમાજના ભામાશાઓએ ઉત્સાહભેર કરાવી છે. સમારોહના અંતે વિદાય પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમારોહના આયોજકો દરેક દીકરીને આશીર્વાદ આપતા દરેકની આંખોમાં હર્ષના આંસુ હતા જાણે કે પોતાની દીકરીને વિદાય કરી રહ્યા હોય તેઓ માહોલ ઊભો થયો હતો. સમગ્ર સમારોહનું સફળ સંચાલન શ્રી મનીષભાઈ વઘાસીયા, શ્રી ગૌતમભાઈ કથીરિયા અને શ્રી કલ્પેશભાઈ પટેલે કર્યું હતું. આભારવિધિ સંસ્થાના પૂર્વ મંત્રી અને પૂર્વ રેવન્યુ ચેરમેન શ્રી ગૌતમભાઈ કથીરિયાએ કર્યું હતું.































.jpg)

.jpg)
















































.jpg)
























.jpg)






















Comments
Post a Comment