નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ @ મનાલી....2016
નેચર સ્ટડી કમ ટ્રેકિંગ કેમ્પ @ મનાલી....2016 યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર થી 21 વિદ્યાર્થી ભાઈ બહેનોએ 23 મેના રોજ આ અભિયાનની શરૂઆત અમદાવાદ થી રાજધાની એક્ષ્પ્રેસ દ્વારા દિલ્હી તરફ પ્રયાણ કરી ને આજ રોજ 3 જુન ના રોજ અમદાવાદ પરત આવી ગયા છે. આ કેમ્પમાં ટ્રેકર્સ 8 દિવસ ફુલ્લી મજા કરી છે મનાલીની વાદીઓ માં... જંગલ પહાડ નદી નાળા વગેરે પાર કરીને પહોંચ્યા અંતિમ મુકામે... દિલ્હી થી એસી વોલ્વો માં કુલ્લુ મનાલી હાઇવે પર આવેલ બેઇઝ કેમ્પ ડોભી (4500 ફૂટ ) પહોંચ્યા 25 મે ના રોજ વહેલી સવારે 7 વાગે.... બાપરે !!! ઠંડી એના બાપની!!!.... હાથ ઘસીએ તો પણ લાગે નહિ કે હાથ છે...બોલો! બેઇઝ કેમ્પ પર અમારું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું સમગ્ર કેમ્પના ફિલ્ડ ડાયરેક્ટર શ્રી સીએમ સરે....જામનગર ના વતની છગનભાઈ મોઢવાડિયા... હારબંધ તંબુઓ જોઇને બાળકોએ ચિચિયારીઓ પાડીને રીતસર દોટ લગાવી... પ્રથમ દિવસ... રિલેક્ષ... ઓન્લી... બ્રેક ફાસ્ટ, લંચ & ડીનર... બીજો દિવસ... મને એમ હતું કે 1600 કિમી ની મુસાફરી કરીને બાળકો થાકયા હશે મોડા ઉઠશે પણ આ શું સવારે 6.00 કલાકે કેટલા રમતા'તા ને ક...