Gujarat Samachar Plus 5-12-2013-બરફના પ્રદેશોમાં ટ્રેકિંગ કરવાનો ક્રેઝ
બરફના પ્રદેશોમાં ટ્રેકિંગ કરવાનો ક્રેઝ
- ખાસ કરીને બરફવાળા પ્રદેશોમા વિન્ટર ટાઈમમાં ટ્રેકિંગ વધુ થાય છે
- ડેલહાઉસી જવાની તૈયારીઓ કરી રહ્યાં છે
ટ્રેકિંગ કરવા જઈ રહેલા પાર્થ પડસાલ કહે છે કે, ડિસેમ્બર મહિનાની શરૃઆતમાં એક્ઝામ પૂરી થઈ ગઈ છે. સાથે આ મહિનામાં હિમાચલ જેવા પ્રદેશોમાં બરફ પડવાની શરૃઆત થઈ જાય છે. તેથી અમે ડેલહાઉસી જવાની તૈયારીઓ કરી રહ્યાં છે.
જ્યારે અન્ય યંગસ્ટર્સ ભૌમિક પટેલ કહે છે કે, હું દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જ ટ્રેકિંગ કરવાનું પસંદ કરું છું. શિયાળામાં પર્વતોએ બરફની ચાદર ઓઠી લીધી હોય છે. જેનું કુદરતી સૌંદર્ય માણવાનો નજારો વિન્ટર ટાઈમમાં જ મળે છે.
ટ્રેકિંગ પહેલા
બરફની સાથે મોજ મસ્તી કરવા માટે આ ઋતુને શ્રેષ્ઠ છે. ઠંડા પ્રદેશોમાં જતા પહેલા ગરમ કપડા, સ્વેટર, થર્મલ, ટ્રેકપેન્ટ, હાથ પગના ગરમ મોજા, ગ્રીપવાળા શુઝ વગેરે સાથે રાખવા.
ટ્રેકિંગ દરમિયાન
બરફની ચાદર ઓઢી લીધી હોય તેવા પહાડો અને ખડક ચઢાણ માટે શારિરીક અને માનસિર રીતે તૈયાર રહેવું પડે છે સાથે આંખો પર મોટા ચશ્મા, બરફ પર ખૂંપી શકે તેવા શૂઝ અને ગમર કપડા, મેડિસીનનો સહોરો લેવો પડે છે
બંધ રસ્તામાં ટ્રેકિંગ
ટ્રેકીંગ વિશે માહિતી આપતા મૂકેશભાઈ કહે છે કે, આ ઋતુમાં બરફવાળા પ્રેદેશોમાં રસ્તાઓ પેક થઈ ગયા હોય છે. તેથી ફરવાનું ઓછું અને ટ્રેકીંગ વધારે થાય છે.


Comments
Post a Comment