વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવાર - સાયકલ રેલી

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવાર - સાયકલ રેલી

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તા. 5 જુન 2014 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર તથા સંસ્કૃતિ ફાઉન્ડેશન ના સયુંકત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ બચાવો અંતર્ગત સાયકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં પૂર્વ વિસ્તારના 40 વિદ્યાર્થીઓએ ખુબજ જુસ્સાભેર જુદા જુદા સ્લોગન લખેલા ડેન્ગલર સાયકલ પર લગાવી ભાગ લીધો હતો. અંદાજે 60 વિદ્યાર્થીઓએ નામ નોંધાવ્યા હતા પરંતુ શહેરમાં પડતા હોટ સ્ટ્રીક ના કારણે 40 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ રેલીને ગણેશ સાયકલ વિરાટ નગર થી યુથ હોસ્ટેલના સેક્રેટરી મુકેશ પડસાળા એ સ્ટાર્ટ અપ આપ્યો હતો વિરાટ નગરથી રેલી એ પ્રસ્થાન કરી જગદીશ પાર્ક થઇ ઉત્તમનગર નિકોલ ગામ રોંડ થઇ પંચમ મોલ થી વળી જીવન ટ્વીન બંગ્લોજ થી આગળ વધી હતી. આ દરમ્યાન ઉતમ નગર ના ભરચક વિસ્તારમાં રેલીએ ક્ષણિક વિરામ લઇ પર્યાવરણ બચાવોના નારા લગાવ્યા ઈશ્રે નામની પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવતી સંસ્થા ના હોદ્દેદાર રાજેન્દ્ર મેવાડા વિદ્યાર્થીઓ માટે કેપ અને એસ્કોર્ટ માટે ટીશર્ટ સોવીનીઅર ભેટ આપી હતી. ત્યાર બાદ રેલી નારા લગાવતી નિકોલ ના વિસ્તારમાં ફરી દીપક સ્કુલ પહોંચી રેલીને વિરામ આપ્યો હતો. આ રેલીમાં વિદ્યાર્થીઓએ કુલ 5 થી 6 કિમી સાયકલ ચલાવી હતી. દરેક વિદ્યાર્થીઓને ગણેશ સાયકલ તરફથી દાબેલી તથા ઈશ્રે તરફથી સ્લાઈસ આપવામાં આવી હતી. રેલીને એસ્કોર્ટ કરવા યુવા અનસ્ટોપેબલ ના યુવાનો એ ફરજ બજાવી હતી. આ રેલીના સફળતા સૌ કોઈ યશ્ભાગી તેમજ યાજ્ઞીક વિરડીયા, કુલદીપ ઝાલા, જલ્પીન, હરેશ પટેલ વગેરોનો નો યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા બાપુનગર ના સેક્રેટરી મુકેશ પડસાળા અંતઃકરણ આભાર માને છે.




Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.