YHAI organized Blood Donation Camp on 27th July 2014
રક્તદાન મહા શિબિર યોજાઇ ગઇ
અમદાવાદ શહેરમાં થેલેસેમિયા પીડિત અસંખ્ય બાળકો સારવાર
દરમ્યાન નિયમિત જોઈએ તેટલું લોહી ન મળતા અનેક તકલીફોમાં મુકાય જાય છે
ત્યારે એક અમદાવાદી તરીકે આપણી ફરજ બની રહે છે આ બાળકો આ તકલીફથી પીડાય નહિ
તે માટે નિયમિત રક્તદાન કરતા રહીએ। અમદાવાદ મહાનગર પાલિકા ના 64 અર્બન
હેલ્થ સેન્ટર ના ફરજ બજાવી રહેલા મેડીકલ ઓફિસર્સ એસોસીએશન તેમજ અમદાવાદ
મ્યુનીસીપલ કોર્પોરેશન - આરોગ્ય વિભાગ તથા યુથ હોસ્ટેલ, ગુજરાત રાજ્ય સેવા
સમિતિ, જન સહાયક ગૌ સેવા, રાષ્ટ્રીય એકતા સમિતિ, જીવન આધાર ફાઉન્ડેશન જેવી
અનેક સામાજિક સંસ્થાઓ સાથે મળીને આજ રોજ 27 જુલાઈ 2014 ને રવિવાર ના રોજ
સવારે 9 થી 2 કલાક દરમ્યાન શહીદ ઋષિકેશ રામાણી શાળા સંકુલ - ગુજરાતી હિન્દી
મ્યુનિ શાળા, હરદાસ બાપુ પટેલ વાડી પાસે બાપુનગર અમદાવાદ ખાતે એક મહા
રક્તદાન શિબિર નું આયોજન કરેલ. આ શિબિરમાં રક્તદાન રૂપી માનવતાની જ્યોત ને
હમેંશા પ્રજ્વલ્લિત રાખવાના શુભ આશય થી 301 રક્તદાતા ઓએ થેલેસેમિયા ના
બાળકો ના લાભાર્થે રક્તદાન કરી માનવતાનુ ઉદાહરણ પૂરું પાડ્યું આ શિબિરનું
ઉદ્ઘાટન શહેરના મેયર મીનાક્ષીબેન એ કર્યું હતું.
આ
શિબિરનું ખાસ આકર્ષણ એ રહ્યું કે દરેક રક્તદાતા ને પોતે કરેલુ રક્તદાન કાયમ
યાદ રહે તે માટે
શ્રી ગણેશ સાયકલ તરફથી તત્કાલીન ફોટો પાડી ફ્રેમમાં ફીટ કરી ગીફ્ટ આપવામાં આવી
શ્રી ગણેશ સાયકલ તરફથી તત્કાલીન ફોટો પાડી ફ્રેમમાં ફીટ કરી ગીફ્ટ આપવામાં આવી


























































Comments
Post a Comment