હાલો બાપુ ને મળવા " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા"

હાલો બાપુ ને મળવા " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા"
યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઈન્ડિયા અમદાવાદ બાપુનગર પ્રેરીત ચલો ચલે...પ્રકૃતિ કી ઓર ગ્રુપ દ્વારા મંથલી સાઈકલીંગ પોસિટીવ મેસેજ ઇવેન્ટ 4 ઓક્ટોબર 2015 ને રવિવાર ના રોજ મેમ્કો અમદાવાદ થી ગાંધી આશ્રમ સુધી " ફ્રી બાઈસીકલ રાઈડ ટુ પ્રોમોટ ક્લીન અમદાવાદ ક્લીન ઇન્ડિયા" અંતર્ગત અમદાવાદના સાયક્લિસ્ટો માટે એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના 70 લાખની વસ્તીમાંથી 7 લાખ લોકો પણ વિશ્વ પ્રસિદ્ધ ગાંધી આશ્રમ ની મુલાકાત નહિ લીધી હોય વધુને વધુ લોકો ગાંધી આશ્રમની મુલાકાતે જાય અને સ્વચ્છતા એજ પ્રભુતા ને અનુસરીને દેશને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવે તે દિશામાં સૌ કોઈ પ્રેરાય તે જ ઉદ્દેશથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સાયકલ રેલીમાં શહેરના 30 સાઇકલીસ્ટો એ ભાગ લીધો હતો. રેલીમાં ભાગ લેનાર તમામ સાયક્લિસ્ટો ને ગુજરાત કેન્સર સોસાઈટી દ્વારા સ્પોર્ટ્સ કેપ આપવામાં આવી હતી. રેલી સવારે 6.15 કલાકે વારંવાર સ્થળાંતર કરીને મજુરી કરતા લોકોના બાળકોને ભણતર સાથે ગણતર આપતી નળસરોવર સાણંદ આવેલી સ્વૈચ્છિક સંસ્થા "ગણતર" ના પ્રેરક શ્રી સુખદેવભાઈ પટેલે  વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ મેમ્કો થી ફ્લેગ ઓફ આપીને રવાના કરેલ. આ રેલી રામેશ્વર, મેઘાણીનગર, ઘોડા કેમ્પ, રાજેસ્થાન હોસ્પિટલ, શાહીબાગ અન્ડર પાસ, સુભાષ બ્રીજ થઈ 6.55 કલાકે ગાંધી આશ્રમ  11.5  કિલોમીટરનું અંતર કાપી શિસ્તબદ્ધ રીતે વિના વિઘ્ને પહોંચી હતી. ત્યાં પહોંચી ને સૌ પ્રથમ GANDHI બાપુને સુતરની આંટી પહેરાવીને સૌ કોઈ કૃતજ્ઞ થઇ ગયા હતા। નાસ્તો કર્યા બાદ ગાંધી આશ્રમ અને ગાંધીજી વિષે કેટલીક નહિ જાણેલી વાતો સુખદેવભાઈ સચોટ રીતે સમજાવી. શ્રી સુખદેવભાઈ, શ્રી અશોકભાઈ અને શ્રી નરેશ મુલાણી હસ્તે સાઇકલીસ્ટો ને સેલ્ફી સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રીટર્નમાં રીવર ફ્રન્ટ થઇ મેમ્કો સવારે 9 કલાકે રેલી પહોંચી ગઈ હતી. આ રેલીને સફળ બનાવવામાં જેમનો શ્રેય છે તેવા સાઇકલીસ્ટો, મહેમાન શ્રી સુખદેવભાઈ તેમજ શ્રી ક્ષીતીશભાઈ નો યુથ હોસ્ટેલના સેક્રેટરી મુકેશ પડસાળા તથા ઇવેન્ટના કો-ઓર્ડીનેટર ડો. હસમુખ રૂપારેલીયા અંતઃ પૂર્વક આભાર વ્યક્ત કરે છે

Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.