Bindas Sadak...Moj Masti or Maja...


બિન્દાસ સડક ! મોજ મસ્તી ને મજા ! 
ચલો ચલે...પ્રકૃતિ કી ઓર એ યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર દ્વારા શહેરના પ્રકૃતિ પ્રેમીઓ માટે ચાલતું ગ્રુપ... આ ગ્રુપના મિત્રો દર રવિવારે સવારે 6 થી 7.30 કલાક સુધી નાના મોટા સહુ શહેરીજનો માટે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નવા નિકોલ ખાતે ભક્તિ સર્કલથી સરદાર પટેલ રિંગ રોડ સુધી આવેલી સડકને બિન દાસ કે જેનો કોઈ દાસ ના હોય તેવી બિન્દાસ બનાવી દે છે. આ દોઢ કલાક એકદમ ફ્રીડમ ! આજુબાજુમાંથી સૌ સાયકલ કે બાઈક લઈને આવે અને ત્યાં પછી મન કહે તે કરે! મોજ મસ્તી ને મજા ! કોઈ સાયકલ ચલાવે કોઈ સ્કેટિંગ તો વળી કોઈ સ્કૂટર ચલાવે ! જગદીશ બાળકોને કસરત કરાવે રમૂજ સાથે ! આપણા તહેવારો અને ઉત્સવોને પેન્સીલથી કાગળ પર ચપટીમાં દોરી બતાવે તેવા ઇલાસ્ટેટર આર્ટિસ્ટ દેવકાંત વિશ્વકર્મા એ રોડ પર રંગીન ચોક થી પેઇન્ટિંગ દોરી ને બાળકોને ખુશ કરી દીધા તો વળી એક માત્ર પેપર એમ્બ્રોઇડરી કલાના રાષ્ટ્રીય આર્ટિસ્ટ વલ્લભદાદાએ પેપર પર એમ્બ્રોઇડરી કેવી રીતે થાય તે જીણવટ પૂર્વક સમજાવીને સાથે લાવેલા સિલેક્ટેડ નમૂના બતાવીને નાના સાથે મોટાઓને વિચારતા કરી દીધા...અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષથી ઘાયલ પક્ષીઓની સેવા 24 કલાક આપી રહેલા પારેવડાં ગ્રુપના સેવક જીતુભાઈએ બાળકોને કહ્યું કે કોઈ હસતાં નહીં એક વસ્તુ બતાવું છું તેમ કહીને કોથળામાંથી 3 ફૂટ મોટી પાટલા ઘો કાઢી તો તે જોઈ બાળકો ડઘાઈ ગયા પણ જીતુભાઇ એ કહ્યું કે ગભરાશો નહીં કે આ પાટલા ઘોને જંગલમાં છોડવા લાવ્યો છું કાલે કાલુપુર બ્રિજ પાસે કેટલાક સ્થાનિકો આને હેરાન કરી રહ્યા હતા તો મેં રેસ્ક્યુ કરીને લાવ્યો છું. આજની ઇવેન્ટ પૂરી કરવા તરફ જઈ રહ્યા હતા ત્યાં તો વિધાન બોલ્યો કે "જો બે સાયકલિસ્ટો હેલ્મેટ પહેરી ને આ તરફ સ્પીડમાં આવી રહ્યા છે" પણ આ સાયકલિસ્ટો આ તરફ જ આવતા હતા નેવિલ અને દર્શન ઇન્દ્રોડા પાર્ક સુધી જઈને પાછા આવ્યા હતા તેઓ પુના થી ગોવા સાયકલિંગ માં ભાગ લેવાના છે તેની પ્રેક્ટિસ કરે છે. નેવિલ પાસે 75 હજાર અને દર્શન પાસે દોઢ લાખની સાયકલ છે બોલો! સાયકલ દોઢ લાખની ! નેવિલ સાયકલિંગ નું મહત્વ સમજાવતા કહ્યું કે હેલ્થ માટે બેસ્ટ સાયકલ, સાયકલ ચલાવો પછી કોસ્ટલી યોગ કે જીમ ની જરૂરિયાત રહેતી નથી...એએમટીએસ ફીડર 5 ના ચાલક પણ ખુશ થઈ ગયા બાળકોને વહેલી સવારે પથારી છોડીને આમ સડક ઉપર બિન્દાસ એન્જોય કરતા જોઈને ! સૌ છુટા પડ્યા આવતા રવિવારે વહેલા આવવાનું કહીને !








Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.