Prime Peddle for Save Birds 2020
18 કિમીની પક્ષી બચાવો સાયકલ રેલીમાં પૂર્વ વિસ્તારના ધોરણ 7થી 10ના 400 વિદ્યાર્થીઓએ ચાઇના દોરીને "ના" કહી
કર્યું હતું. આ રેલીમાં પૂર્વ વિસ્તારના ધોરણ 7થી 10ના 400 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. આ સાયકલ રેલીને સુગમ્ય ભારત અભિયાન ગુજરાતના સોશિયલ એમ્બેસેડર દિવ્યાંગ દીકરી કલગી રાવલ (કલગી ફોઉન્ડેશન) ફ્લેગ ઓફ કરી હતી. અમદાવાદ શહેરના રેગ્યુલર સાયક્લિંગ ક્લબના 5 સાયકલિસ્ટ તેમજ 50 મોટરબાઈક એસ્કોર્ટ તરીકે ફરજ બજાવી હતી.
દક્ષિણપૂર્વીય ફ્રાન્સના મોન્ટપેલિયર શહેરમાંથી આજની રેલીના મહેમાન બનેલા આદરણીય સેશિલ ગ્રાન્ડન ભારતીય સંસ્કૃતિને, ધર્મને અને ભારતીય લોકોને જાણવામાં ઘણા ઉત્સુક છે. તેઓ વર્ષોથી પૂજ્ય મોરારી બાપુના ચાહક રહ્યા છે, પોતે એક ગાયિકા હોવાના નાતે ગુજરાતી ગીત-સંગીતના ઘણા કલાકારોને સાંભળી અને માણી રહ્યા છે.
આશરે 18 કિલોમીટરની આ રેલી અંજના સોસાયટી, ઇન્ડિયા કોલોની રોડ થી નીકળીને હાઇવે, વિજય પાર્ક, સરદાર ચોક, સીતારામ ચોક, મેવાડ પાર્ટી પ્લોટ, નિકોલ નરોડા રોડ, શુકન ચોકડી, રાજહંસ સિનેમા, દિપક સ્કૂલ, પ્રાઈમ મોબાઈલ ગંગોત્રી, યુ ટર્ન, નિકોલ નરોડા રોડ, ખોડિયાર મંદિર, જીવન વાડી, ઉત્તમનગર, 80 ફૂટ રોડ, વિરાટનગર રોડ, ગણેશ સાયકલ, હાઇવે, ખોડિયારનગર, બાપુનગર ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની રોડ થઈને અંજના સોસાયટી કોમન પ્લોટમાં સાંજે 4 કલાકે પરત ફરી હતી. રેલીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી સ્પોર્ટ્સ કેપ, પ્રમાણપત્ર અને નાસ્તો આપવામાં આવ્યા હતા. છેલ્લે સલામત ઉત્તરાયણ માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.
દેશમાં જાણી જોઈને હિંસા થઇ રહી છે. અજાણતાં પણ પક્ષીઓની હિંસા ઉત્તરાયણમાં થાય છે. બન્ને વાત આઘાતજનક છે. થોડીક જાગૃતિ લાવી, થોડોક ત્યાગ કરી આપણે ૨૫૦૦થી વધુ પક્ષીઓને ઉત્તરાયણમાં કપાતાં બચાવી શકીએ છીએ.
આ સાધારણ સેલ્ફી નથી! સેલ્ફી લેનાર કલગી રાવલ સંપૂર્ણ દિવ્યાંગ છે. બંને આંખો મોજુદ હોવા છતાંય કેટલાક લોકોની સેલ્ફી જોઈ તમે લોકોએ જોઈ હશે જ ! આ દિવ્યાંગ દીકરી કુમારી કલગી રાવલ (કલગી ફોઉન્ડેશન) સુગમ્ય ભારત અભિયાન - ગુજરાત ના સોશિયલ એમ્બેસેડર છે. આ દીકરીને અમારી રેલીના મહેમાન બનાવનાર પ્રાઈમના પરમ મિત્ર ભૂષણ કુલકર્ણી નો યુથ હોસ્ટેલ ખુબ જ આભાર વ્યક્ત કરે છે. સેલ્ફીમાં કલગીની એક બાજુ મુકેશ પડસાલા અને બીજી બાજુ જીગર પટેલ છે. આ સેલ્ફી અમારા બંને માટે અતિમૂલ્યવાન છે.














Comments
Post a Comment