યુથ હોસ્ટેલ્સ દ્વારા સુપ્રસિદ્વ સરપાસ ટ્રેકિંગ કેમ્પની હૃદયદ્રાવક રોમાંચક કથા -1 -ડો ચિરાગ ગોહેલ
યુથ હોસ્ટેલ્સ દ્વારા સુપ્રસિદ્વ સરપાસ ટ્રેકિંગ કેમ્પની હૃદયદ્રાવક રોમાંચક કથા -1
-ડો ચિરાગ ગોહેલ
નમસ્કાર દોસ્તો,
sarpass trek ...
sarpass trek ...
Sarpass હિમાચલ પ્રદેશ ના kulu જિલ્લા માં, પાર્વતી વેલી માં આવેલ એક ખૂબ સુંદર પર્વતમાળા છે.
અહીંની લોકલ ભાષામાં sar નો મતલબ તળાવ (lake) થાય છે. આપણે જ્યારે nagaru કેમ્પ થી biskeri peak તરફ જઈએ છીએ ત્યારે એક frozen lake આવે છે જેને sar કહે છે અને તેના નામ પરથી આ ટ્રેક નું નામ sarpass trek પડયું છે.
આ ટ્રેક પર જવા હું અને મારા મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં. કોરોના ના કારણે 2 વર્ષ થી કોઈ ટ્રેક થયાં ન હતાં, પરંતુ હવે આ ખૂબ ચર્ચાયેલ અને લાંબા સમયથી જે trek પર જવાનુ વિચારતા હતા તે sarpass trek કરવાનું નક્કી કર્યું. અને અમે આ સીઝન નો પહેલો દિવસ એટલે કે 1st may 2022 બુક કરાવી લીધો.
Trek માટેની બધી તૈયારી પૂર્ણ કરી લીધી. Summer trek હોવાથી તૈયારી પણ એવી જ રીતે કરી. T shirts, trek pent, woolens, rain coat, shoes જેવી અગત્યની અને નાની નાની પણ તકલીફમાં કામમાં આવે એવી બધી જ વસ્તુઓ યાદ કરી સામાન પેક કરી લીધો. હવે રાહ 29 એપ્રિલ ની હતી.
29 એપ્રિલ 2022 બપોરે 3.30 વાગ્યે અમે 5 મિત્રો અમદાવાદ થી દિલ્હી જવા આશ્રમ એક્સ્પ્રેસ માં ગોઠવાઈ ગયા. આ વખતે ટ્રેન મા કોરોના પછી પહેલી વખત ચાદર, તકિયા અને કબલ આપવામાં આવ્યા તે જોઈ ખૂબ આનંદ થયો. અમારી સફર ચાલુ થઈ ગઈ અને સવારે 10.00 વાગે purani delhi railway station પર અમે પહોંચી ગયા.
અહીંથી સાંજે 7.00 વાગે અમારી Volvo ac semi sleeper બસ kasol માટેની હતી. જે દિલ્હી ના મજનું કા ટીલા વિસ્તાર માંથી અમને પીકઅપ કરવાની હતી. અમે આ સમય દિલ્હીમાં આરામ કરી પસાર કર્યો.
બરાબર સાંજે 7.00 વાગે અમારી બસ આવી ગઈ અને અમે તેમાં ગોઠવાઈ ગયા. બસ ઉપડી અમને અમારી મંજિલ તરફ લઇ જવા.
દિલ્હી થી કસોલ 517 km નું અંતર છે અને બસ માં લગભગ 13 કલાક ની મુસાફરી પછી પહોંચી શકાય છે. Kasol પહોંચવા માટે બીજો રસ્તો દિલ્હી થી bhuntar ની હવાઇ યાત્રા અને bhuntar થી kasol બસ અથવા cab દ્વારા 3 થી 4 કલાકમાં પહોંચી જવાય છે. આ રસ્તા પર ટનલ બનાવવા નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, કદાચ આવતા વર્ષો માં આ અંતર ઘટી પણ જાય.
દિલ્હી થી 13 કલાક ની મુસાફરી કરી અમે 1st may 2022 ની સવારે 8.00 વાગે kasol પહોંચી ગયા. સવારના પાર્વતી વેલી ની સુંદરતા ઉડી ને આંખે વળગતી હતી, કેમેરા ને હટાવી શકાતો ન હતો.
આ સુંદરતા જોવા આપને મારો આ પહેલો એપિસોડ જોવો જ રહ્યો..નીચે link મૂકું છું, આપ આ વિડિયો જુઓ અને મિત્રો ને પણ બતાવો..
જો આપને પસંદ આવે તો ચેનલ ને subscribe કરવાનું ભૂલતા નહીં..અને comment કરી ચોક્કસ બતાવો આપને મારો પ્રયત્ન કેવો લાગ્યો..
આ સિરિઝના વિડિયો હું બને તેટલા ઝડપી મુકતો રહીશ તો અમારી સાથે જોડાયેલા રહો..
આભાર
https://www.youtube.com/watch?v=yon-oj54P5s
Comments
Post a Comment