Posts

Image
YHAI અમદાવાદ બાપુનગર યુનિટ ની સ્થાપના 1990 માં થઇ ત્યારથી આજ દિન સુધી વિવિધ કાર્યક્રમ આયોજિત કરેલ છે। તેની નોંધ રાજ્યના વિવિધ વર્તમાન પત્રોએ નોંધ લીધેલ છે તેની એક ઝલક ....
Image
સાયકલ રેલી    શરમ છોડો સાયકલ ચલાવો        પર્યાવરણ બચાવો 24 નવેમ્બર 2010 ના રોજ આયોજિત રેલીમાં 63 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રેલી વિરાટનગર અમદાવાદ થી વિવેકાનંદ ફાર્મ કુબડ્થલ ગઈ હતી। કુલ 40 કિમી ની આ રેલીને અમદાવાદ બિલ્ડર્સ એસોસીએશન ના પ્રમુખ બાબુભાઈ વોરા તથા ફાર્મ ના માલિક દિલીપભાઈ કોઠીયા એ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવી હતી। ગૌરવની વાત : આ રેલીમાં સાયકલ ચલાવીને સાથે જોડાયા બાબુભાઈ વોરા, દિલીપભાઈ કોઠીયા , ભુપતભાઈ ભાલાળા તેમજ વર્તમાન ધારાસભ્ય જગદીશ પંચાલ .... આ રેલીના હોલ સ્પોન્સર શ્રી ગણેશ સાયકલ, વિરાટનગર ...સ્પોર્ટ કેપ, ટીશર્ટ , નીમ્બુજ બોટલ, બિસ્કીટ, સોલ્ડર બેગ વગેરે વગેરે ...
Image
યુથ હોસ્ટેલ્સ કંડલા યુનિટ દ્વારા તા. 9 અને 10 માર્ચ ના રોજ આયોજિત બોર્ડર બાઈક એક્ષ્પિડીશન માં ગુજરાત સ્ટેટ બ્રાંચ ના પ્રેસિડેન્ટ મેહુલ શાહ, અમદાવાદ બાપુનગર યુનિટ ના સેક્રેટરી મુકેશ પડસાળા, ગાંધીનગર યુનિટ ના ચેરમેન ચૈતન્ય નિમાવત, પાલનપુર થી નેશનલ કાઉન્સીલ મેમ્બર વિશ્વેશ જોશી તેમજ શર્મા રિસોર્ટ ગાંધીધામ થી અશોક શર્મા પાર્ટીસીપેટ થયા હતા।
Image
તા. 25-2-2013, સોમવાર ના રોજ સાંજે 8.30 કલાકે મોટા ચિલોડા પાસે સરદાર પટેલ રીંગ રોડ પર ગામઠી -2 માં યુથ હોસ્ટેલ અમદાવાદ બાપુનગર યુનિટની આગામી કાર્યક્રમ ના પૂર્વ આયોજિત માટે એક મીટીંગ યોજાઈ ગઈ। આ મીટીંગમાં 21 સભ્યો હાજર રહ્યા હતા। ડીનર સાથે મીટીંગ અઢી કલાક ચાલી હતી। આ મીટીંગમાં સર્વાનુમતે આગામી ત્રણ વર્ષ માટે યુનિટના પ્રેસીડેન્ટ તરીકે અશોક પાટીલ (ગણેશ સાયકલ ) વરણી કરવા આવી છે। હવે પછી અલગ અલગ કમિટી વાઈસ ચેરમેન ની નિયુક્તિ કરવામાં આવશે। ફાઉન્ડર & સેક્રેટરી - મુકેશ પડસાળા    ફાઉન્ડર & ચેરમેન-રાજીવ દેસાઈ   પ્રેસિડેન્ટ - અશોક પાટીલ   ટ્રેઝરર - ઘનશ્યામ તારપરા  ઓર્ગે સેક્રેટરી - રાજેશ શ્યાની    કમલેશ કાયસ્થ     જીતેન્દ્ર સતાસિયા   ભરત મામદપરા    કુલદીપ ઝાલા    નીતિન પટેલ    વંદના સેવક  યોગેશ કડિયા   રોહિત માલવિયા ...

સાયકલ પ્રવાસ કમ વન શિબિર

Image
શરમ છોડો સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો  સાયકલ પ્રવાસ કમ વન શિબિર  16-17 ફેબ્રુઆરી 2013 અમદાવાદ થી વન વિભાગ, ગાંધીનગર    (કુલ 60 કીમી  ) ધોરણ 8-9 ના 47 વિદ્યાર્થીઓ