શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ દ્વારા 55મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન
શ્રી હરદાસબાપુ પટેલ સમાજ દ્વારા 55મો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા તારીખ 28-1-2024 રવિવારના રોજ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ નિકોલ ખાતે યોજાયેલ 55 માં સમૂહ લગ્ન સમારોહમાં 15 યુગલો જોડાયા હતા. નિકોલ નરોડા સમાજ વાડીથી બપોરે 3.30 કલાકે નીકળેલા વરઘોડામા સંસ્થાના આગેવાનો અને મહેમાનો જોડાયા હતા. સમારોહની શરૂઆત સમારોહના મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સમારોહમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠીયાએ શબ્દભાવથી આવકાર્યા હતા. સમારોહના અધ્યક્ષ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠીયા અને સમુહ લગ્ન સમારોહના પ્રબંધક શ્રી અશ્વિનભાઈ પેથાણી અને સહપ્રબંધક શ્રી હરેશભાઈ રામાણીના હસ્તે પુષ્પહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. સમારોહના મુખ્ય મહેમાન અને સમાજના કાયમી પથદર્શક માજી મંત્રી શ્રી વલ્લભભાઈ કાકડીયાનું સન્માન સંસ્થાના ટ્રસ્ટી મૃગેશ ઝાલાવાડીયા અને સંસ્થાના સહમંત્રી શ્રી ઘનશ્યામ હિરપરાએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને ...