શ્રી એચ એલ ત્રિવેદી ના 82 માં જન્મદિવસે ઉજવાયો રક્તદાન શિબિર ...
કીડની હોસ્પિટલ ના પ્રણેતા શ્રી એચ એલ ત્રિવેદી ના 82 માં જન્મદિવસે ઉજવાયો રક્તદાન શિબિર ...
સદભાવના પરિવાર નરોડા દ્વારા કીડની હોસ્પિટલ ના પ્રણેતા શ્રી એચ એલ ત્રિવેદી ના 82 માં જન્મદિવસે કિડનીના દર્દીઓ માટે તા 18 ઓગસ્ટ રવિવારના રોજ સવારે નારાયણ સ્કુલ , નરોડા ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . આ રક્તદાન શિબિરમાં યુવાનો, બહેનો તથા ભાઈઓ એ મળીને કુલ 181 રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતાનું ભગીરથ કાર્ય નિભાવ્યું છે આ રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર સૌ રકતદાતાને શ્રી ગણેશ સાયકલ એન્ડ હેલ્થ ઇક્યુપમેન્ટ વાળા શ્રી અશોકભાઈ પાટીલ, પ્રેસિડેન્ટ યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર યુનિટ તરફ ફોટો ફ્રેમ ઓન ધ સ્પોટ આપવામાં આવી હતી ... સૌ રક્તદાતા, આયોજકો તેમજ તમામ સહયોગીને યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર યુનિટ તરફ કોટી કોટી વંદન...
મુકેશ પડસાળા,
સેક્રેટરી
યુથ હોસ્ટેલ્સ અમદાવાદ બાપુનગર યુનિટ
9374639777
Comments
Post a Comment