શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ


શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા 15 મી ઓગસ્ટ 2013 ના રોજ બપોરે 3 થી 6 દરમ્યાન ટ્રસ્ટ ના આજીવન સભ્યો અને વિધવા બહેનોના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો। ઇનામ વિતરણ કાર્યક્રમ માં અધ્યક્ષ સ્થાને ટ્રસ્ટી અને સ્થાનિક ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા, મુખ્ય મહેમાન તરીકે એકઝી। પ્રેસિડેન્ટ, ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ ટેક્ષ્ટ બુક્સ શ્રી નીતિનભાઈ પેથાણી સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ ના દાતા શ્રી બાબુભાઈ શેલડીયા(અક્ષય ઓર્ગેનાઇઝર પ્રા લી ) તથા શ્રી પરશોત્તમભાઈ માંગરોલીયા હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી। વર્તમાન પ્રખુમ શ્રી પરશોત્તમભાઈ કકાણી સમાજમાં શિક્ષણ સાથે રચનાત્મક તેમજ સાહસિક પર્વૃતિ ને વણી રહ્યા છે જે ખરેખર ખુબજ પ્રસંસનીય કાર્યદક્ષતા નું ઉત્તમ ઉદાહરણ છે। આપણા સમાજ અને સ્થાનિક 7 યુવાનો યુથ હોસ્ટેલ્સ દ્વારા આયોજિત હિમાલય ટ્રેકિંગ એક્ષ્પેડીશન અંતર્ગત કુલુ મનાલીના બર્ફીલા વિસ્તારમાં સૌરકુંડી પાસ સફળતા પૂર્વક પાર કરીને આવ્યા છે સૌરકુંડી પાસ ની ઉંચાઈ 12900 ફૂટ છે। આ સાતેય યુવાનો હમણાં જ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી છે। શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ના પ્રખુમ શ્રી પરશોત્તમભાઈ કકાણી ને ધ્યાનમાં આ વાત આવતા તરત જ વધાવી આ સાતેય વિદ્યાથીઓનું જોરદાર આજના ઇનામ વિતરણ કાર્યક્રમમાં સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું પટેલ સમાજ ના ઈતિહાસ માં કદાચ આ પ્રથમ પ્રયાસ હશે ખુબ ખુબ અભિનંદન સાતેય વિદ્યાર્થીઓને તથા શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ ના વર્તમાન તમામ ટ્રસ્ટી ગણનો અન્તઃપુર્વક આભાર માને છે ... યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા વતી યુનિટ ના સેક્રેટરી મુકેશ પડસાળા ....THANKS












Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.