ચલો ચલે... પ્રકૃતિ કી ઓર...રવિવાર હોય કે વીક ડેઇઝ

ચલો ચલે... પ્રકૃતિ કી ઓર...
રવિવાર હોય કે વીક ડેઇઝ, અમદાવાદના ફરતે સરદાર પટેલ રીંગ રોડ પર થી સવારે સાડા છ વાગ્યાની આજુબાજુ લગભગ દસથી પંદર સાઇકલિસ્ટ્સ સાઇકલિંગ કરતા જોવા મળશે. ડેઈલી સાઇકલિંગ કરતુ આ ગ્રુપ એપ્રોચ નેશનલ હાઇવે ઠક્કરબાપાનગર થી એક સાઇકલિસ્ટ્સ ઠક્કરબાપાનગર રોડ પર રતનબા સ્કુલ પાસે બીજા સાઇકલિસ્ટ્સ લઇ ને વેરેલાઈટ થઇ શ્યામ કુટીર વસાણી સ્કુલ થી સીધા ડી માર્ટ થી વળી હરીદર્શન ચોકડી થઇ 108 ઈમરજન્સી થી રીંગ રોડ પર સવારની પહોરમાં કુદરત ના ખોલે 100% શુદ્ધ ઓક્સીજન મેળવે છે. મજાની વાત એ છે કે આ સાઇકલિસ્ટ્સમાંથી એક પાસે અમદાવાદ પૂર્વની સૌથી કોસ્ટલીએસ્ટ સાઇકલ છે તેમજ મોટર સાયકલના ટાયર જેવા જાડા ટાયરવાળી સાયકલ પણ જોવા મળશે.
સાઇકલિંગને એક પેશન તરીકે લેનારા અમદાવાદીઓની સંખ્યા પણ વધી રહી છે ત્યારે અમદાવાદમાં સાઇકલિંગનો એક નવો જ ટ્રેન્ડ ડેવલપ થઇ રહ્યો છે. ઓઢવ વિરાટનગર ખાતે આવેલ ગણેશ સાઇકલ શોપના ઓનર અશોક પાટીલ કહે છે કે, હવે સાઇકલિંગ અમદાવાદીઓનું પેશન બની રહ્યું છે. સાઇકલ રેસમાં પણ પાર્ટ લેતા થયા છે. અમદાવાદ પૂર્વમાં જાણીતી જોય રેસ્ટોરન્ટના ઓનર સંજય શેખડાની સાયકલ જોઇને સૌ કોઈ બોલે છે કે સાઇકલિંગ માટે અમદાવાદીઓ હવે હાઇબ્રીડ બાઇકસ પસંદ કરી રહ્યા છે.
આ ગ્રુપમાં જોડાવવા માટે કોઈ ફી નથી. 15 વર્ષ થી મોટા કોઈપણ સાઇકલિસ્ટ્સ સાઇકલિંગ રૂટ પર વચ્ચે થી જોડાવવાની છૂટ છે. શરત એટલી કે અગાઉ જાણ કરે... કોમેન્ટ કરી શકે છે. બીજી શરત સાયકલ પોતાની લઈને આવવાની રહેશે.















Comments

Popular posts from this blog

YHAI NATIONAL LEVEL PROGRAMMES

NATIONAL HIMALAYAN HAMPTA PASS TREKKING EXPEDTION 2015 - (MANALI-HP)

પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું.