JayVision Mobile honored by Red Cross
રેડક્રોસ તરફથી જયવિઝન મોબાઈલનું થયું સન્માન
અમદાવાદમાં ઉનાળાની ઋતુમાં કાયમ રક્તની અછત સર્જાતી હોય છે તે અંતર્ગત યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા બાપુનગર દ્વારા 2 મે 2021 થી સળંગ દર રવિવારે યોજાતા રક્તદાન શિબિરમાં દરેક રક્તદાતાને શાયોના આર્કેડ, બાપુનગર ખાતે આવેલ જયવિઝન મોબાઈલ એન્ડ એક્સેસરીઝ તરફથી હેન્ડ્સ ફ્રી ગિફ્ટ આપવામાં આવે છે. તે બદલ જયવિઝનના માલિક શ્રી તરુણભાઈનું રેડક્રોસ વતી યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્ય શાખાના વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ પડસાળા સુંદર સર્ટિફિકેટ ફ્રેમ આપીને સન્માન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 100 હેન્ડ્સ ફ્રી ગિફ્ટ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં યોજાતા દરેક રક્તદાન શિબિરમાં હેન્ડ્સ ફ્રી ગિફ્ટ આપવામાં આવશે. રેડક્રોસ અને યુથ હોસ્ટેલ્સ તરફથી જયવિઝન ટીમને
અભિનંદન
... દરેક રક્તદાતાને પ્રાઈમ ઇલેક્ટ્રોનિક્સ તરફથી શોપિંગ બેગ, જય વિઝન મોબાઈલ તરફથી હેન્ડ્સ ફ્રી, હિલ ટાઉન ગ્રુપ તરફથી બર્ડ ફીડર, હરભોલે ચકલી બચાવો અભિયાન તરફથી ચકલીનો માળો અને શ્રી સોમાભાઈ પટેલ તરફથી પક્ષીઓ માટે 1 કિલો જુવાર ભેટ સ્વરૂપે આપવામાં આવશે. સ્વદેશી થ્રિ પ્લાય માસ્ક + હેન્ડ ગ્લોવઝ +હેન્ડ સેનિટાઇઝર. રેડક્રોસ તરફથી સૅનેટાઇઝ બોટલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. અભિનંદન
...
Comments
Post a Comment