શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો...
શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલમાં શરદપૂર્ણિમાનો ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઊજવાયો... મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર - પંચમહાલ હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શરદોત્સવ એટલે નિર્મળ આકાશ સમાન પવિત્ર અંતઃકરણથી આનંદ, ઉલ્લાસ અને ભક્તિના વૈભવને માણવાનો અવસર. સોળે કળાએ ખીલેલા ચંદ્રની ધવલ રંગની ચાંદની રેલાવતી રાત્રિએ હૃદયમાં ઉદ્ભવતા ભક્તિરસ દ્વારા રસરાજ શ્રી હરિ સાથે રસબસ થઈ જવાના અવસર એટલે શરદોત્સવ. આસો સુદ પૂનમને શરદપૂર્ણિમા કે શરદપૂનમ ઉપરાંત રાસ પૂર્ણિમા કે રસ પૂર્ણિમા પણ કહી શકાય! પૂર્ણિમાની રાત્રી તો વરસમાં બાર – ૧૨ આવે છે પરંતુ શારદીય પૂર્ણિમા સૌંદર્ય અને આકર્ષણની દ્રષ્ટિએ...શ્રેષ્ઠ પૂર્ણિમા ગણી શકાય. શરદ પૂર્ણિમા મનમોહક, લાવણ્યમયી, ચિત્તાકર્ષક અને ઉન્માદી પૂર્ણિમા હોવા ઉપરાંત પૂર્ણ શૈત્ય અને શાંતિ વરસાવતી આહ્લાદક પૂર્ણિમા હોવાને લીધે ભગવાને પણ રાસલીલા માટે શરદ પૂર્ણિમાનું ચયન કર્યું હશે!!! રાત્રીના અંધકારને શીતલ ધવલ ચાંદની નીતરતા ઠંડા પ્રલશમાં તરબોળ કરનારી આ પૂર્ણિમા ભગવાનની પણ પ્રિય પૂર...