શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી….
શ્રી સ્વામિનારાયણ મંદિર, વડોદરા (હરણી રોડ સ્થિત)માં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી…. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્ત્વ છે; જ્યાં-જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં-ત્યાં શિયાળાની સીઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. જેમ જુદા-જુદા ઉત્સવ ઊજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષરૂપે શાકોત્સવનું આગવું મહત્ત્વ છે. ૨૦૨ વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે ૧૮ મણ ઘીનો વઘાર કરીને ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, સાત સમંદર પાર પણ શિયાળાની સીઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોડમ પ્રસરેલી છે. ઘીમાં બનાવેલું રીંગણાનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે. ભગવાને શાકોત્સવ કરીને લોકદૃષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું. એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમ જ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હ...