Posts

મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો

Image

ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતાસભર નગરયાત્રા તથા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ ભક્તિભાવપૂર્વક યોજાઈ ...

Image
ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજની ભવ્યતા અને દિવ્યતાસભર નગરયાત્રા તથા ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિ  ભક્તિભાવપૂર્વક યોજાઈ ... મેયરશ્રી, સાર્જનટ પોલીસ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ... ઈંગ્લેન્ડ પોતાની આગવી સંસ્કૃતિ અને સ્થાપત્યો છે. ચોતરફ હરિયાળીનો મબલખ વૈભવ છે. અઢળક વેરાયેલું કુદરતી સૌંદર્ય છે. લેક ડ્રિસ્ટ્રિકટ એટલે ૧૬ જેટલા સરોવરો - તળાવોનું શહેર. લેક વિન્ડરમિયર એક અતિ સુંદર કુદરતી સ્થળ છે. કુદરતી સૌંદર્યથી ભરપુર લેક ડ્રિસ્ટ્રકટમાં આવેલું વિન્ડરમિયર ઈંગ્લેન્ડ રાષ્ટ્રનું મોટામાં મોટું સરોવર છે. લેક ડિસ્ટ્રિક્ટ વિપુલ જળરાશિ ધરાવે છે. વિન્ડરમિયરના તથા તેની આજુબાજુના રમણીય કુદરતી દ્રશ્યો 300 મીટર ઊંચી વૃક્ષાછાદિત ટેકરીઓ તથા તેની મધ્યમાં આવેલા નાના ટાપુઓ પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ બની રહેલા છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સંવત 2035 ભાદરવા સુદ છઠ તારીખ: 29/08/1979 બુધવારના રોજ લેક ડિસ્ટ્રિક્ટ વિન્ડરમિયરમાં આશરે 500 ઉપરાંત હરિભક્તો સહ યુરોપિયનો સ્વામીબાપાનાં અવિસ્મરણીય ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુકે ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ...

Image
શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુકે ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરાઇ... ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫ મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. કારણ કે ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયો હતો.  તે સમગ્ર દેશમાં વિવિધ વ્યકિતઓને એક કરે છે. વિવિધતામાં એકતા એ ભારત દેશનો મૂળભૂત માર્ગ અને શકિત છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ૧૫ મી ઓગસ્ટે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. આ પ્રસંગે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઇપ બેન્ડે રાષ્ટ્રગીત 'જન, ગણ, મન...'ની પ્રસ્તુતિ કરી હતી. બોલ્ટન, યુકેમાં વસતા ભારતીયોએ રાષ્ટ્રભાવના દર્શાવતાં વિવિધ પરિવેશમાં આ પર્વની ઉજવણી કરી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે હાજર રહેલા સર્વ સંતોને, હરિભક્તોને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણ...

નિ:શુલ્ક યોગ ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી

Image
  નિ:શુલ્ક યોગ ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી રોજ સવારે યોગ શિક્ષક રાકેશભાઈ રાખોલીયા દ્વારા શહિદ મેજર ઋષિકેશ રામાણી ગાર્ડન, નિકોલ ખાતે અંદાજિત 100 થી વધુ લોકોને નિ:શુલ્ક યોગ શીખવાડવામાં આવે છે. આ  ગ્રુપ દ્વારા ઋષિકેશ રામાણી ગાર્ડન મા 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

પહેલ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત 17મોં સફળ કેમ્પ

Image
 પહેલ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત 17મોં  સફળ  કેમ્પ પહેલ ફાઉન્ડેશન અમદાવાદ અને ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા જીસીએસ હોસ્પિટલના સહયોગથી કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત અમદાવાદ પૂર્વમાં આવેલ વિશ્વ રેસીડેન્સી, નિકોલ ખાતે આજ તા. 14-08-2023 ના રોજ યોજાયેલ 17માં પેપ ટેસ્ટ અને મેમોગ્રાફી કેમ્પમાં 27 બહેનોએ લાભ લીધો છે.  રત્નમણિ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડના સૌજન્યથી મળેલ કેન્સર વાનમાં આપના ઘરે બેઠા આ સગવડ ઉપલબ્ધ કરવામાં આવે છે. અમદાવાદ પૂર્વની આપની સોસાયટી કે એપાર્ટમેન્ટની 40 વર્ષથી વધુ વયની બહેનો માટે આ કેમ્પના આયોજન માટે આજે જ સંપર્ક કરો... કમલેશ કકાણી 9904455810 તથા મુકેશ પડસાળા 9374639777

યુથ હોસ્ટેલ્સ ભાવનગર યુનિટ દ્વારા મહાનગર પાલિકા ઘરઘર વૃક્ષ પ્રોજેક્ટ

Image
યુથ હોસ્ટેલ્સ ભાવનગર યુનિટ દ્વારા મહાનગર પાલિકા ઘરઘર વૃક્ષ પ્રોજેક્ટ યુથ હોસ્ટેલ્સ ભાવનગર યુનિટ દ્વારા મહાનગર પાલિકા ઘરઘર વૃક્ષ પ્રોજેક્ટમાં માતૃ મંદિર ખાતે 150 થી વધારે વૃક્ષો વાવીને સેવા આપેલ ભાવનગર કમિશનર શ્રી આ પ્રસંગે ઉપસ્થિત રહેલ આ પ્રોગ્રામમાં મિનિટના 30 સભ્ય ભાઈઓ બહેનોએ સેવા આપેલ.

યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો.

Image
યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો. યુથ હોસ્ટેલ ભાવનગર યુનિટ દ્વારા 13 ઓગસ્ટ 2023ને રવિવાર ના રોજ કંદર્પ ઓઝા અને લક્ષ્મિધર મૃતુંજાની આગેવાની હેઠળ પાલીતાણા ના ડુંગરોમાં હસ્તગિરિ, ભોજનાથ ટ્રેક યોજાયો. તેમાં 45 ટ્રેકરોએ ડેમ તથા કુદરતનો નજારો સરસ માણ્યો. તેમજ હસ્તગિરિથી ખોડીયાર નો ટ્રેક મોટા પથ્થરો અને તેના પર ઘાસ છવાયેલું તેમજ થોડા છાંટા પણ પડવાના કારણે ઘણા લપસી ને પડેલ પણ કોઈને મોટી મુશ્કેલી નહીં પડેલ. આ ટ્રેક દરેક ને માટે એક યાદગાર ટ્રેક બની ગયો. ટ્રેક પૂરો થયા પછી બધા બહુજ ખુશ થયેલ. ટ્રેકરનું કહેવું છે ટ્રેક ના અનુભવ માં આટલી શાંતિમય ખુશી પામેલ ટ્રેકરો ભાગ્યેજ જોયા છે. અભિનંદન બન્ને લીડરો અને મદદ રૂપ બનેલ પાર્ટીસિપન્ટોને...