શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર - પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો, હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો...
*શ્રી સ્વામિનારાયણ મંદિર, વાઘજીપુર - પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો, હજારો હરિભક્તોએ શાકોત્સવનો રસાસ્વાદ માણ્યો...* શ્રી સ્વામિનારાયણ ભગવાને ૨૦૨ વર્ષ પહેલા એક એવો દિવ્ય અને અદભુત ઉત્સવ કર્યો હતો જે આજે પણ ભક્તિ ભાવપૂર્વક ઉજવાય છે. ૨૦૨ વર્ષ પહેલાં લોયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરાખાચરના દરબાર ગઢમાં ભક્તોની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી. આ શાકોત્સવમાં શ્રીહરિએ ૧૮ મણ ઘીમાં ૬૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. જેનો વઘાર ભગવાને જાતે કર્યો હતો. આ ઉત્સવમાં શ્રીહરિએ તૈયાર કરેલ પ્રસાદ નંદસંતો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા. બસ, ત્યારથી સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે. સંપ્રદાયના નાના-મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે." ગરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા આદર્શ વાઘજીપુર ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ યોજાયો હતો. આ શાકોત્સવમાં પંચ...