Posts

ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન

Image
ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન       ભારત વિકાસ પરિષદ બાપુનગર દ્વારા દર વર્ષે દેશના વિદ્યાર્થી સંઘમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશી અભિયાનના પવિત્ર ઝરણા વહેતા રહે તેમ જ રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય ચરિત્રતા અને રાષ્ટ્રીય સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાય તેવા સુસંસ્કૃત રાષ્ટ્રીય ભાવનાનું સપનું સાકાર કરવા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા તેમજ પરિવારના ધોરણ 1 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓના યોજાયેલ વિતરણ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી સફિન હસન આઈપીએસ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી મૃલાલ દેવી ગોહિલ અને અતિથિ વિશેષ તરીકે શ્રી જય આર પટેલ સેવન ટોઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને મિનેષભાઈ આર પટેલ આદિકરા બિલ્ડર્સના માલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંયોજક કમલેશભાઈ  સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવે છે કે તારીખ 26 8 2023 શનિવારના રોજ યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વની અ વિભાગમાં 13 અને બ વિભાગમાં 12 શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અ વિભાગમાં પ્રથમ નંબરે ભૂમિ પ્રાથમિક શાળા નવા નરોડા અને દ્વિતીય વિજેતા અર્ચના પ્રાથમિક શાળા કૃષ્ણનગર અને બ વિભાગમાં સ્મૃતિ ઉચ્ચત...

ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી - લંડન, યુકેમાં સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ દ્વારા હોમ હવન તથા પ્રાર્થના કરવામાં આવી...

Image
ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ માટે શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી - લંડન, યુકેમાં સ્વામિનારાયણ મહામંત્રની આહુતિ દ્વારા હોમ હવન તથા પ્રાર્થના કરવામાં આવી... શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને સંતો અને હરિભક્તોએ મંત્રોચ્ચાર સહ આહુતિ અર્પી... સમગ્ર વિશ્વમાં લોકો ચંદ્રયાન-3ની અભૂતપૂર્વ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે. વિવિધ સંપ્રદાયના લોકો પોતપોતાના રિવાજો પ્રમાણે ધાર્મિક વિધિઓ કરે છે. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબરી - લંડન - યુકેમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો અને હરિભકતોએ "સ્વામિનારાયણ" મહામંત્ર ઉચ્ચાર સહ હોમ હવનમાં  હુત દ્રવ્યોથી આહુતિ અર્પી, આરતી ઉતારીને પ્રાર્થના કરી હતી. ભારતનું ચંદ્રયાન-3 આજે ચંદ્ર પર ઉતરવાનું છે. કરોડોને આ મિશનથી આશા છે. તેની સફળતા માટે દુનિયાભરમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક અને અવિસ્મરણીય છે. આજે સાંજે 6.04 મિનિટ પર ચંદ્રયાન-3 મિશનન...

સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે શાયોના આર્કેડ, બાપુનગર ખાતે રક્તદાન શિબિર

Image
  સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે શાયોના આર્કેડ, બાપુનગર ખાતે  રક્તદાન શિબિર શાયોના આર્કેડને 25 વર્ષ પુરા થયાં છે ત્યારે સિલ્વર જ્યુબિલી નિમત્તે 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિનની ઉજવણી ના ભાગરૂપે શાયોના આર્કેડ, ઇન્ડિયા કોલોની ચાર રસ્તા બાપુનગર અમદાવાદ ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં રક્તદાન કરેલ 37 રક્તદાતાને ઈંગ્લીશ વર્લ્ડ અને જય વિઝન તરફથી આકર્ષક પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. દરેક રક્તદાતાઓને ખુબ ખુબ અભિનંદન! દેશભક્તિ દરેક દેશવાસીઓના રક્તમાં વહે છે આ રક્તને વહેતુ રાખવા નિયમિત રક્તદાન કરો અને નિરોગી રહો ! Blood Donation Camp for Independence Day Celebration As Shayona Arcade completes 25 years, 37 blood donors who donated blood were encouraged by English World and Jai Vision with attractive prizes in a Blood Donation Camp organized at Shayona Arcade, India Colony Char Rasta Bapunagar Ahmedabad on 15th August as part of Independence Day celebrations on the occasion of Silver Jubilee. Patriotism flows in the blood of every countrymen to keep this blood f...

YHAI પાલીતાણા યુનિટના દ્વારા પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું

Image
YHAI પાલીતાણા યુનિટના દ્વારા  પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું  યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા પાલીતાણા યુનિટના દ્વારા ચાલી રહેલ યુથ વિક અંતર્ગત આજે બીજા દિવસે ગુજરાતી પ્રાથમિક શાળા પાલીતાણા ખાતે ધોરણ 8 ના બાળકો માટે જનરલ નોલેજ ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના આ કાર્યક્રમમાં યુનિટ ચેરમેન શ્રી નિતીન ચાંપાનેરી પૂર્વ પ્રમુખ શ્રી ડો અશ્વિનભાઈ રામાનુજ, ઉપપ્રમુખ શ્રી આર.બી રાઠોડ અને મહેશભાઈ રાઠોડ, વીક ડાયરેકટર શ્રી નિકુલસિંહજી સરવૈયા તેમજ મહેન્દ્રભાઈ પીઠડીયા કારોબારી સદસ્ય શ્રી વિજયભાઈ ગોહિલ તેમજ શ્રી ભરતભાઈ માંડલિયા ઉપસ્થિત થયેલ હતા આ ક્વિઝ નું સંચાલન પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રક્ષાબેન ગોહિલે કરેલ હતું તમામ વિજેતા વિદ્યાર્થી ને વિજયભાઈ ગોહિલ તરફથી ઇનામો આપવામાં આવેલ આ તબક્કે આચાર્યશ્રી કલ્પેશભાઈ નો અને શાળા નો  આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરેલ

આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું

Image
આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલને  સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું    સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા સરદાર સ્મૃતિ ભવન – વરાછા ખાતે ‘અભિલાષા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા સશક્તીકરણને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે સ્વ-પ્રયત્ને આત્મનિર્ભર બનનાર મહિલાઓ – દીકરીઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. જ્વેલરી અને ચિત્રક્લા તેમજ ટેટ્ટુ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને દીકરીઓને આત્મનિર્ભર બનવાનો રાહ ચીંધનાર આર્ટિસ્ટ સોનલ ધનજીભાઈ પટેલનું વિશેષ સન્માન રેલવે મંત્રી માનનીય શ્રી દર્શનાબહેન જરદોષ અને સામાજિક ક્રાંતિના પ્રણેતા શ્રી કાનજીભાઈ ભાલાળાના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત કરીને કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં ભોજલેશ્વર મહાદેવમાં માનવ મેરામણ ઉમટયો.

Image
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલમાં આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં ભોજલેશ્વર મહાદેવમાં માનવ મેરામણ ઉમટયો.  શ્રાવણ માસમાં સોમવારે અઢીથી ત્રણ હજાર લોકોને મોરૈયાની ખીર અને બટેકાની સુકી ભાજી પ્રસાદમાં આપવામાં આવે છે તદુપરાંત રોજ સવાર સાંજ સત્સંગ મંડળમાં નાસ્તો અને ચા આપવામાં આવે છે આખા શ્રાવણ મહિના દરમિયાન હજારો લોકો શિવ ભગવાનને દર્શન કરવા આવશે અને પ્રસાદનો લાભ લેશે. જ્યાં કથા અને બીજા ધાર્મિક પ્રસંગો માટે કેળના પાન અને હવન કુંડ મળે છે.