સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે 1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા
*સ્ટુડન્ટ્સ એલ્મની ગ્રૂપ હવે ગરીબ બાળકોને ભણતરમાં મદદરૂપે થશે* *1985ની બેચના સ્ટુડન્ટ્સ ફરી એજ સ્કૂલમાં ભેગા થયા* લાગણીઓ જ્યારે દિલથી જોડાયેલી હોય ત્યારે સમય અને સંજોગ ગમે તે રીતે લાગણીથી જોડાયેલા લોકોને મળાવી જ દેતા હોય છે. એવી જ એક ઘટના સિટીની એક સ્કૂલમાં ૧૯૮૫ની બેચમાં અભ્યાસ કરી ચૂકેલા ૬૭ સ્ટુડન્ટ્સ ૧ જાન્યુઆરી ૧૯૮૫ના રોજ સ્કૂલના વિદાય સમારંભમાં સાથે હતા ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ પોતપોતાના અભ્યાસ અને વ્યવસાયના અર્થે દેશ વિદેશમાં સ્થાપિત થઈ ગયા. આ સ્ટુડન્ટ્સમાંથી અશ્વિન પરબડિયાએ ત્રીસ વર્ષ બાદ પોતાના સ્કૂલ ફેન્ડ્ઝને ભેગા કરીને તેમના ટચમાં આવવાની ઇચ્છાથી સોશિયલ મીડિયા પર ગ્રૂપ બનાવીને પોતાની બેચના સ્કૂલ ફેન્ડ્ઝના કોન્ટેક્ટ નંબર શોધવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે એકબીજા થકી ૫૭ વ્યક્તિઓ આ ગ્રૂપમાં એકત્ર થઈ ગયા. ગ્રૂપમાં જોડાયેલ મેમ્બર્સ તે સમયે ૪૮ વર્ષની એવરેજ ધરાવતા હતા. જ્યારે તેઓ છૂટા પડયા ત્યારે તેમની ઉંમર આશરે ૧૮થી ૨૦ વર્ષ સુધીની હતી અને ૩૦ વર્ષ પછી જયારે આ બધા મિત્રો સોશિયલ મીડિયા દ્વારા કનેકટ થયા ત્યારે વર્ષો જૂની યાદો તાજી થઈ ગઈ અને બધાએ એકબીજાની સ્કૂલની વાતો વાગોળી. જોકે આ વા...